મનપાની ફૂડ શાખાની રેડ, શ્રીનાથજી ડેરીમાંથી 5 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત; હંગામા કુલ્ફીના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન બજરંગવાડીમાં શ્રીનાથજી ડેરીની તપાસ કરતા અખાદ્ય મીઠાઇ 5 કિગ્રા સ્થળ પર નાશ કરવામાં આવી હતી તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાયત્રી મદ્રાસ કાફેને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ફૂડ હોલીડે, 55 કાફેની તપાસ કરતા યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઈસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.