ભાસ્કર ખાસ:મચ્છરના કરડવાથી હનીક્રીપર મૃત્યુ પામે છે, વિલુપ્ત થવાના આરે પહોંચેલા દુલર્ભ પક્ષીનો ‘ઈલાજ’ પણ મચ્છરોથી થશે - At This Time

ભાસ્કર ખાસ:મચ્છરના કરડવાથી હનીક્રીપર મૃત્યુ પામે છે, વિલુપ્ત થવાના આરે પહોંચેલા દુલર્ભ પક્ષીનો ‘ઈલાજ’ પણ મચ્છરોથી થશે


અમેરિકી રાજ્ય હવાઈમાં તેમના જીવંત રંગો અને વિવિધ ચાંચના આકાર માટે પ્રખ્યાત દુલર્ભ પક્ષી ‘હનીક્રીપર’ ઝડપથી વિલુપ્ત થઈ રહ્યાં છે. રિપોર્ટ મુજબ આ પક્ષીની 50માંથી 33 પ્રજાતિઓ વિલુપ્ત થઈ ચૂકી છે. તેની પાછળનું કારણ છે- મચ્છર. 1800ના દાયકામાં મચ્છરો દ્વારા ફેલાયેલા એવિયન મલેરિયાના લીધે આ પક્ષીઓ મોતને ભેટી રહ્યાં છે. આ બીમારી માટે રોગપ્રતિકારક શક્તિના અભાવને લીધે મચ્છરના કરડવાથી પણ આ પક્ષીઓ મૃત્યુ પામી રહ્યાં છે. તેથી હવે આ દુર્લભ પક્ષીઓને બચાવવા માટે મચ્છરોનો જ ઉપયોગ કરાશે. યુએસ નેશનલ પાર્ક સર્વિસ, હવાઈ રાજ્ય અને માઉઈ ફોરેસ્ટ બર્ડે ઈન્કમપેટિબલ ઈન્સેક્ટ ટેક્નિક (આઈઆઈટી)એ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે હેઠળ અહીં હોલિકોપ્ટર દ્વારા દર સપ્તાહે 2.5 લાખ નર મચ્છરોને છોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એક કરોડ મચ્છર છોડવામાં આવ્યા છે. તેમાં મોટા ભાગના કુદરતી રીતે ‘વોલબાકિયા’ નામના બેક્ટરિયા ધરાવતાં મચ્છરો પણ છે. આ મચ્છરો જન્મ નિયંત્રણ તરીકે કામ કરે છે. આ નર મચ્છરોની મદદથી મચ્છરોની સંખ્યા ઘટશે. મચ્છરોની સંખ્યા ઘટાડવા માટે આ ટેક્નિકનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં કરાઈ રહ્યો છે. ચીન અને મેક્સિકોમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં કાર્યક્રમ ચાલી રહ્યા છે. નિષ્ણાંતોને ડર છે કેભવિષ્યમાં હનીક્રીપર હંમેશા માટે વિલુપ્ત થઈ જશે. જળવાયુ પરિવર્તનને લીધે સમસ્યા વિકટ બની શકે છે
હાલ હનોઈમાં જેટલાં પણ હનીક્રીપર પક્ષીઓ છે તે 4000થી 5000 ફૂટથી વધુ ઊંચાઈ પર છે. કારણ આટલી ઊંચાઈ મચ્છર જીવિત રહી શકતાં નથી. પરંતુ જળવાયુ પરિવર્તનના લીધે ગરમી વધશે તો આ મચ્છરોની સંખ્યા પણ તેજીથી વધશે. તેમાં ઊંચાઈ પર વસતાં પક્ષીઓ માટે પણ ખતરો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.