રાજકોટ મધ્યસ્થ જેલમાં ૨૫૫ કેદીઓએ કરી યોગ દિવસની ઉજવણી
રાજકોટ તા. ૨૦ જૂન -ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા યોગને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતા દેશવિદેશમાં યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ પર ૧૦મા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્ય યોગબોર્ડ તેમજ જિલ્લા મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અધિકારી/કર્મચારીઓ તેમજ પુરુષ/મહીલા બંદીવાનો મળી કુલ-૨૨૫ વ્યક્તઓ યોગાભ્યાસ કરીને યોગમય બન્યા હતાં. યોગ ટ્રેનર્સ દ્વારા સૌ પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ તથા સૂર્ય નમસ્કારથી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મધ્યસ્થ જેલના પટાંગણમાં આયોજિત યોગના કાર્યક્રમમાં જેલના અધિકારીશ્રીએ ઉપસ્થિત સૌ બંદીવાનોને પ્રતિદિન યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે, ‘યોગ ભગાડે રોગ’ એ વાસ્તવિકતા છે. યોગથી શારીરિક તંદુરસ્તીની ભેટ મળે છે. નિયમિત યોગાભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ કારગર નીવડે છે. યોગથી માનવીમાં સત્કર્મ કરવાની ઊર્જા વિકાસ પામે છે, જે માનવીને ઉન્નતી અને વિકાસ તરફ લઈ જાય છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.