પાટણ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા - At This Time

પાટણ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા


પાટણ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા

પાટણ ખેડૂતો ને ઘર દીઠ એક એક ગૌ માતા રાખવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા ની અપીલ
તાજેતરમાં પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન શંખેશ્વર અને સમી તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો ની સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરતા ડો. વલ્લભભાઈ કથીરિયા એ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ નું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે પ્રાકૃતિક ખેતીને પર્યાવરણીય સમતુલા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે મૂલવી શકીએ. કૃત્રિમ ખાતરો અને જંતુનાશકો પર આધાર રાખતી વર્તમાન ખેતી પદ્ધતિઓથી વિપરીત એવી પ્રાકૃતિક ખેતીમાં વીવિધ પાકોની ખેતી ઉપરાંત પશુધનને ઉછેરવા માટે પ્રકૃતિના શાણપણનો ઉપયોગ જરૂરી છે. હાનિકારક રસાયણો અને આનુવંશિક રીતે સંશોધિત સજીવો ને દૂર રાખીને કાર્બનિક ખેતી જૈવ વિવિધતાનું રક્ષણ કરે છે, પ્રદૂષણ ઘટાડે છે અને જળ સંસાધનોનું સંરક્ષણ કરે છે. તે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સુમેળભર્યા સંબંધને મૂર્ત બનાવે છે, વર્તમાન અને ભાવિ પેઢીઓની સુખાકારીની ખાતરી આપે છે. તેમજ ગૌ જીવામૃત ખેતીમાં કેટલું ફાયદાકારક નિવડે છે તેની વાત કરી દરેક ખેડૂતોને પ્રત્યેક ઘર દીઠ એક એક ગાય રાખવા અપીલ પણ કરી હતી. અહીંના વિવિધ FPO દ્વારા જે પ્રાકૃતિક ઉત્પાદનો થાય છે તેના વહેચાણ માટે અહીં ખોડીયાર નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી. દ્વારા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે તેની પણ મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ડી.કે.રથવી, ભરતભાઈ સિંધવ, ચિરાગભાઈ ચાવડા, દેવશીભાઈ ટાઢાણી, ચમનભાઈ સિંધવ જોડાયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.