સરવે:બ્રિટનમાં 33% લોકો સંસદ, સિવિલ સર્વિસ કરતાં વધુ મહત્ત્વ યુનિવર્સિટીઓને આપે છે - At This Time

સરવે:બ્રિટનમાં 33% લોકો સંસદ, સિવિલ સર્વિસ કરતાં વધુ મહત્ત્વ યુનિવર્સિટીઓને આપે છે


બ્રિટિશ જનતા કાયદાકીય વ્યવસ્થા કે બીબીસીની સરખામણીએ બ્રિટનની યુનિવર્સિટીઓને વધુ મહત્ત્વ આપે છે. આ માહિતી કિંગ્સ કોલેજ લંડન દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રત્યે દૃષ્ટિકોણના સરવેમાં સામે આવી છે. સરવેમાં જાણવા મળ્યું કે આશરે એક તૃતીયાંશ લોકોએ યુનિવર્સિટીઓને સિવિલ સેવા, સમાચારપત્રો કે સંસદ જેવી પ્રમુખ સંસ્થાઓથી આગળ રાખી છે. 74% લોકોનું માનવું છે કે યુનિવર્સિટીમાં કરાતી શોધ ચિકિત્સા, તકનીક અને સામાજિક નવીનતાઅને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. માત્ર 18%નું કહેવું છે કે યુનિવર્સિટીઓમાં થતી મોટા ભાગની શોધ સમયની બરબાદી છે. હાયર એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (હેપી)ના નિર્દેશક નિક હિલમેને કહ્યું કે લોકોને એ વાતની સમજ છે કે યુનિવર્સિટી આપણા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. તે જ્ઞાનની સીમાઓને આગળ વધારવા અને ભવિષ્યના શ્રમિકો, કલાકારોને શિક્ષિત કરવા માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે. યુનિ. બંધ થશે તો 61% સરકારને દોષિત ગણશે
બ્રિટનમાં મોટા ભાગની યુનિવર્સિટીઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જો તેમાંથી ઘણી યુનિવર્સિટીઓ બંધ કરવી પડી તો એ માટે 61% લોકો સરકારને દોષિત ઠેરવશે. જ્યારે, 29% યુનિવર્સિટીના પ્રભારીઓને દોષિત ઠેરવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.