લખતર તાલુકાના વિઠ્ઠલગઢ પેટ્રોલ પમ્પ સામે બાઇકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર - At This Time

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ પેટ્રોલ પમ્પ સામે બાઇકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર


લખતર તાલુકાના વિઠ્ઠલગઢ પેટ્રોલ પમ્પ સામે બાઇકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરારઘટના સ્થળે બાઇક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરતા તમામ ડમ્પર ચાલકો સહિતના વાહન ચાલક ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય છે ત્યારે ખાસ કરી પોલીસ દ્વારા વાહન ચેકીંગ સમયે દ્રાઈવિંગ લાયસન્સ પણ સાથે હોતા નથી અને દ્રાઈવિંગ કરતા હોય છે અને જો સતત ચેકીંગ હાથ ધરવામાં આવે તો મોટાભાગના ડમ્પર ચાલક ચાલુ ડમ્પરે મોબાઈલ ઉપર વાત કરતા હોય છે અને પોતાનું ડમ્પર ગફલત ભરી રીતે ચલાવવા સાથે ડમ્પરમાં પેસેન્જર લેવા માટે આડેધડ પોતાના ડમ્પર ટ્રાફિકને અડચણ રૂપ ઉભા રાખી દેતા હોય છે ત્યારે વિરમગામ તાલુકાના થુલેટા ગામના વતની અશોકભાઈ રાવત કંપનીની સ્ટાફ બસ ચલાવતા હોય વિઠ્ઠલગઢ રહેતા હતા તેઓ અને તેમની સાથે વિઠ્ઠલગઢ ગામના ગૌતમભાઈ દેવાભાઈ પરમાર જીજ્ઞેશભાઈ કિશોરભાઈ બાવળિયા વહેલી સવારે બાઇક લઈ નોકરી પર જવાનુ હોય પેટ્રોલ પમ્પ પાસે પહોંચ્યા હતા ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પાછળથી આવતા ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે ડમ્પર ચલાવી બાઇક સાથે અથડાવી બાઇકને અડફેટે લેતા ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય વ્યક્તિઓના ડેડબોડીને પીએમ માટે લખતર પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.