ગુરમીત ચૌધરીની સિરીઝ ‘મહારાણા’ પર પૂર્ણવિરામ:6 મહિના સુધી ચાલ્યું હતું શૂટિંગ, ડિરેક્ટર નીતિન દેસાઈના મૃત્યુ બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય
દિવંગત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈનો છેલ્લો પ્રોજેક્ટ 'મહારાણા' પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે. આ વેબ સિરીઝથી તે ડિરેક્ટર તરીકે કમબેક કરવાના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં તેમણે મરાઠી ફિલ્મ 'અજિંથા'નું નિર્દેશન કર્યું હતું. ગત વર્ષે ડિઝની પ્લસ હોટ સ્ટારે વેબ સિરીઝ 'મહારાણા'ની જાહેરાત કરી હતી જેમાં ગુરમીત ચૌધરીને યોદ્ધા મહારાણા પ્રતાપના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતને મહારાણી અજબદેના રોલ માટે પસંદ કરવામાં આવી હતી. તેનું શૂટિંગ કર્જત સ્થિત એનડી સ્ટુડિયોમાં શરૂ થઈ ચૂક્યું હતું. નીતિન દેસાઈનો ડ્રિમ પ્રોજેક્ટ હતો
સિરીઝ સાથે જોડાયેલા સૂત્રો કહે છે, 'આ સ્વર્ગસ્થ નીતિન દેસાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. લગભગ એક વર્ષની તૈયારી બાદ તેમણે ગત વર્ષે તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતના શેડ્યૂલ મુજબ ટીમે ગુરમીત ચૌધરી સાથે શૂટિંગ શરૂ કર્યું. જો કે, પ્રોજેક્ટ શરૂ થયાના લગભગ 6 મહિના પછી નીતિન જીનું અવસાન થયું. આવી સ્થિતિમાં, ડિઝની પ્લસ હોટ સ્ટારની ટીમ પાસે આ પ્રોજેક્ટને અધવચ્ચે અટકાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. નીતિનજી આ પ્રોજેક્ટના કેપ્ટન હતા : રિદ્ધિમા પંડિત
આ વાતની પુષ્ટિ કરતા રિદ્ધિમા પંડિતે દિવ્ય ભાસ્કરને કહ્યું, 'જુઓ, અત્યાર સુધી અમને આ વિશે કોઈ ઔપચારિક માહિતી મળી નથી. નીતિન જી આ પ્રોજેક્ટના કેપ્ટન હતા. આવી સ્થિતિમાં કેપ્ટન વિના આ પ્રોજેક્ટને આગળ વધારવો મુશ્કેલ છે. આ માટે શૂટિંગ શરૂ કર્યું નથી. ' આગળ શું હશે તેમના કોઈપણ માહિતી નહીં : ગુરમીત ચૌધરી
જો કે ગુરમીત ચૌધરીની વાત માનીએ તો તેને આ અંગે કોઈ જાણકારી નથી. એક્ટરે કહ્યું, 'હાલમાં હું મારા બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત છું. મહારાણાનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. જો કે આગળ શું થશે તેની કોઈ માહિતી નથી. નીતિન દેસાઈએ આ સિરીઝને મોટા લેવલે બનાવવાની વાત કરી હતી
ગત વર્ષે આપેલા એક ઇન્ટરવ્યૂમાં નીતિન દેસાઈએ આ સિરીઝને મોટા લેવલ પર બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ વેબ સિરીઝ દ્વારા અમારો ઉદ્દેશ્ય દર્શકોને ભારતના ઇતિહાસના રસપ્રદ પાસાઓ વિશે જણાવવાનો છે. જો કે ઈતિહાસના આવા મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના જીવન પર સિરીઝ બનાવવી એ કોઈ પડકારથી ઓછી નથી, પરંતુ હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું. અમે આ પીરિયડ ડ્રામા ખૂબ જ ભવ્ય સ્કેલ પર બનાવી રહ્યા છીએ. અમે દેખાવ અને ટોન વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે આ માટે ઘણું સંશોધન કર્યું છે. અમે સંપૂર્ણ પ્રમાણિકતા સાથે શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.' નીતિન દેસાઈ ત્રિમતિક પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને આ સિરીઝનું સહ-નિર્માણ પણ કરી રહ્યા હતા. નીતિન દેસાઈએ 2 જુલાઈની સવારે આત્મહત્યા કરી હતી. તેમના અંતિમ સંસ્કાર 4 જુલાઈના રોજ એનડી સ્ટુડિયોમાં કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.