મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ૨૧ જૂનના રોજ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી - At This Time

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ૨૧ જૂનના રોજ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી


(હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં ગુજરાત સરકારશ્રીના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ૨૧ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૬ વાગ્યાથી સરકારી હાઈસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ ખાતે યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) અને જિલ્લા વહીવટી તંત્ર યોગદિવસ નિમિત્તે આ ભવ્ય ઉજવણીના માધ્યમથી પ્રત્યેક વ્યક્તિના માનસને યોગ સાથે જોડવા પ્રતિબદ્ધ છે. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર સહિત બોટાદ જિલ્લાના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ત્યારે મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉત્સાહભેર યોગદિવસની ઉજવણીમાં જોડાય તેવો બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.