અમેરિકામાં હીટડોમ:7.6 કરોડ અમેરિકન લોકો ભીષણ ગરમીના સકંજામાં, ઇમરજન્સી જાહેર - At This Time

અમેરિકામાં હીટડોમ:7.6 કરોડ અમેરિકન લોકો ભીષણ ગરમીના સકંજામાં, ઇમરજન્સી જાહેર


અમેરિકાનાં 60થી વધુ શહેરો ભીષણ ગરમીના સકંજામાં આવી ગયાં છે. સ્થિતિને ધ્યાનમાં લઇને અધિકારીઓએ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કહેવા મુજબ અમેરિકાની 32 કરોડની વસતી પૈકી 7.6 કરોડ લોકો એટલે કે આશરે 20 ટકા લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ સંખ્યા કેલિફોર્નિયા જેવા રાજ્યની વસતીની સરખામણીમાં બેગણી છે. શિકાગોમાં સોમવારે પારો 36.1 ડિગ્રી રહ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાનનો 1957નો રેકોર્ડ તૂટી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં તો પારો 37.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે ગરમ પવન ઉપર આવતા નથી ત્યારે હીટડોમ સર્જાય છે
અમેરિકન નેશનલ વેધર સર્વિસના હવામાન નિષ્ણાત ફ્રેન્ક પરેરાએ કહ્યું કે અમેરિકામાં ભીષણ ગરમી માટે હીટડોમ જવાબદાર છે. પરેરાનું કહેવું છે કે જ્યારે ઉપરના વાયુમંડળમાં ઉચ્ચ દબાણ સર્જાય છે ત્યારે નીચેના ગરમ પવન નીચે જ રહી જાય છે. આના કારણે નીચેના વાયુમંડળમાં તાપમાન વધી જાય છે. ગરમ પવન ફેલાય છે. અને દુનિયામાં... કેનેડા, ગ્રીસ અને મક્કામાં પણ ભીષણ ગરમી.
મક્કામાં 550થી વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે 2000થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. કેનેડાનાં ચાર રાજ્યો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ગ્રીસમાં હીટવેવથી સતત પ્રવાસીઓનાં મોત થઇ રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.