રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા કાલે નવી CNG બસોને લીલીઝડી આપશે, 52 ડીઝલ બસોના સ્થાને નવી બસો દોડતી થશે - At This Time

રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા કાલે નવી CNG બસોને લીલીઝડી આપશે, 52 ડીઝલ બસોના સ્થાને નવી બસો દોડતી થશે


રાજકોટ મનપાની સિટી બસ સેવામાં હાલ 52 ડીઝલ બસો કાર્યરત છે. જોકે, ખખડધજ બનેલી આ બસોમાં અવારનવાર ધુમાડા નીકળતા હોવાનું તેમજ અધવચ્ચે બસો બંધ પડી જતી હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ ડીઝલ બસોના કારણે પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે મનપા તંત્ર દ્વારા નવી CNG બસો મુકવાની કવાયત હાલ ચાલી રહી છે. જે અંતર્ગત આવતીકાલે સાંસદ રૂપાલાના હસ્તે 10 બસોને લીલીઝડી આપવામાં આવશે. બાદમાં તમામ 52 ડીઝલ બસોના સ્થાને નવી CNG બસો શરૂ કરવામાં આવશે. જેને લઈને રંગીલા રાજકોટિયનોને ડીઝલ બસોથી મુક્તિ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.