સાગઠિયાએ કરોડોનો ભ્રષ્ટાચાર કરી અબજો રૂપિયાના કૌભાંડ થકી નેતા કમ બિલ્ડરોને અધધ...ફાયદો કરાવ્યો - At This Time

સાગઠિયાએ કરોડોનો ભ્રષ્ટાચાર કરી અબજો રૂપિયાના કૌભાંડ થકી નેતા કમ બિલ્ડરોને અધધ…ફાયદો કરાવ્યો


કરોડોની સંપત્તિ માટે લાંચ આપનારા બિલ્ડરો, નેતાઓના તપેલા ચડશે

પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો, સ્ટે. કમિટી ચેરમેનો, ભાજપ-કોંગ્રેસ નેતા અને બિલ્ડરોએ સાગઠિયાને સાથે રાખીને કાંડ કર્યા

પૂર્વ ટી.પી.ઓ. મનસુખ સાગઠિયા સામે એસીબીએ ગુનો નોંધ્યો છે પણ આ રૂપિયા તેણે કોની પાસેથી મેળવ્યા તે હવે બહાર આવશે. જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનોના જ નામ આવશે.

મનસુખ સાગઠિયા પાસે કરોડોની મિલકત છે તે હવે સાબિત થયું છે, પણ ટાઉન પ્લાનિંગ ઓફિસર ટૂંકા ગાળામાં આવડી મોટી અસ્ક્યામતો એકઠી કરવા માટે ફક્ત પોતાના વહીવટદારને આધીન હોય તેવું બને જ નહિ સત્ય એ છે કે, સાગઠિયા માટે વહીવટદારની ભૂમિકા બીજુ કોઇ નહિ પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ જ ભજવતા હતા. આ નેતાઓ કે જે પોતે બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓએ પોતે તો અનેક કૌભાંડ આચરીને અબજો રૂપિયા કમાયા છે પણ સાગઠિયા માટે ‘કામ’ પણ આ જ લોકો શોધીને આવતા હતા ત્યારબાદ સાગઠિયા આ ફાઈલ લઈને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી લેતા અને આ રીતે બધા પોત પોતાનો હક હિસ્સો મેળવી ખાતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.