ચીટફંડ કંપનીમાં રેપ:મુઝફ્ફરપુરમાં ચીટફંડ કંપનીના સભ્ય ન બનાવી શકતી 300 મહિલા સાથે દુષ્કર્મ - At This Time

ચીટફંડ કંપનીમાં રેપ:મુઝફ્ફરપુરમાં ચીટફંડ કંપનીના સભ્ય ન બનાવી શકતી 300 મહિલા સાથે દુષ્કર્મ


મુઝફ્ફરપુરની ચીટફંડ કંપનીમાં મહિલા કર્મચારીઓ સાથે બળાત્કારની ઘટના બહાર આવી છે. ડીબીઆર નામની ચીટફંડ કંપનીના સંચાલકોએ લોકોને સભ્ય ન બનાવી શકતાં મહિલા કર્મચારીઓ સાથે શરીરસંબંધ બાંધ્યો અને મારામારી પણ કરી હતી. એક પીડિતા કોઈ રીતે ચુંગાલમાંથી ભાગીને અમાનવીય કૃત્ય જાહેર કર્યું હતું. બુધવારે સીજેએમ કોર્ટમાં પીડિતાનું નિવેદન લેવાયા હતા. પોલીસે કહ્યું - અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ આવી ...પરંતુ વાસ્તવિકતા આ છે : ફરિયાદ કરી તો પરિવારને માર્યો
સિટી એસપી અવધેશ દીક્ષિતના કહેવા પ્રમાણે અહિયાપુર પોલીસમાં 2 જૂને નોંધાવાયેલી એફઆઇઆરમાં સારણમાં રહેતી યુવતીએ અનેક મહિલા કર્મચારીઓના જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. બીજી કોઈ યુવતીએ ફરિયાદ કરી નથી. જોકે વાસ્તવિકતા એ છે કે જે પીડિતાઓએ પોલીસને ફરિયાદ કરી હતી તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. પીડિતાઓની સંખ્યા ઘણી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. કેસ-1 : ખોટાં લગ્ન કરીને તેનું જાતીય શોષણ કરાયું હોવાનો મીનાપુરની એક પીડિતાએ બુધવારે આરોપ મૂક્યો હતો. 2021માં તેણે હાજીપુર મહિલા પોલીસમથકમાં ફરિયાદ કરી તો કંપનીની ટોળકીએ તેના પિતા અને ભાઈને માર્યા હતા. કેસ-2 : એક યુવતીએ ભાસ્કરને જણાવ્યું હતું કે તે ગોપાલગંજમાં રહેતા હરેરામની સોશિયલ મીડિયા પોસ્ટ થકી કંપની સાથે જોડાઈ હતી. તે લોકોને સભ્ય ન બનાવી શકી તો તેને પટ્ટાથી મારી હતી અને બળાત્કાર કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.