આપવીતી...:ગુરુદ્વારામાં 4 રાત વિતાવી, પહાડો પર 8 કિમી ચાલ્યા, ત્યારે બચ્યા - At This Time

આપવીતી…:ગુરુદ્વારામાં 4 રાત વિતાવી, પહાડો પર 8 કિમી ચાલ્યા, ત્યારે બચ્યા


હિમાલયમાં આવેલા ઉત્તર પૂર્વીય રાજ્ય સિક્કિમમાં ફરી એકવાર પૂર અને ભૂસ્ખલનના કારણે હાલત ખરાબ થયેલી છે. ઉ. સિક્કિમના અંતિમ ગામ લાચુંગમાં 13મી જૂનથી ફસાયેલા બે હજાર પ્રવાસીઓને બુધવારે બચાવી લેવામાં આવ્યા હતા. સેનાની ત્રિશક્તિ કોરના જવાનોએ નાગરિક વહીવટીતંત્રની સાથે મળીને છેલ્લા ત્રણ દિવસોમાં તમામ પ્રવાસીઓને ચુંગથાંગથી સુરક્ષિત રીતે ખસેડી લીધા છે. નવી દિલ્હીથી ફરવા પહોંચેલા સુદેશ મોહંતીએ કહ્યું કે તેમના પરિવારના સભ્યોએ છેલ્લી ચાર રાત ખૂબ જ ભયમાં અને તકલીફમાં ગાળી હતી. ચુંગથાંગમાં ડઝન પરિવારો ગુરુદ્વારામાં રોકાયેલા હતા.સેના અને બીઆરઓની મદદથી પહાડો પર એક દિવસમાં આઠ કિલોમીટર ચાલ્યા હતા ત્યારે ત્યાંથી નીકળી શક્યા હતા. રાહત અને બચાવકાર્ય : રોડ-રસ્તા અને પુલ માટે બીઆરઓ મિશન મોડમાં
પૂર અને ભૂસ્ખલનથી આ વખતે સૌથી વધારે નુકસાન મંગન જિલ્લામાં થયું છે. મંગનના અધિકારી હેમકુમાર છેત્રીએ માહિતી આપતા કહ્યું કે વિસ્તારમાં 13મી જૂન સુધી સતત ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઇ છે. આના કારણે ઉત્તર સિક્કિમ તરફ દોરી જતા રસ્તાઓ અનેક જગ્યાએ ખરાબ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી મંગન જિલ્લાથી બાકી જગ્યાઓનો સંપર્ક તૂટી ગયો છે. જોકે તંત્રના લોકોએ પ્રવાસીઓને સફળ રીતે બચાવી લીધા છે. હવામાનની સ્થિતિ સારી ન હોવાના કારણે બચાવ કામગીરીમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકાયો ન હતો. જેથી પ્રવાસીઓને ખરાબ થયેલા રસ્તાના કારણે નાના વાહનોથી મોકલવામાં આવ્યા હતા. ગયા વર્ષે પૂરથી તબાહી થયા બાદ ચુંગથાંગમાં ફરી સ્થિતિ વણસી
ચુંગથાંગના ખામસૂન લેપ્ચાએ કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં જે પૂરની સ્થિતિ સર્જાઇ હતી તેના કારણે ચુંગથાંગ શહેરમાં ભારે નુકસાન થયું હતું. 80 ટકા વિસ્તારમાં નુકસાન થયું હતું. લોકો એ હોનારતમાંથી બહાર નીકળે તે પહેલાં ફરી મોટું નુકસાન થયું છે. ચીન સરહદની પાસે હોવાથી સિક્કિમ ખૂબ જ સંવેદનશીલ રાજ્ય
ગયા વર્ષે આવેલા પૂરના કારણે રાજ્યને ઓછામાં ઓછું 25થી 30 હજાર કરોડનું નુકસાન થયું હતું. 100થી વધુ લોકોનાં મોત પણ થયાં હતાં. હકીકતમાં સુરક્ષા રણનીતિની દ્રષ્ટિએ ઉત્તર સિક્કિમનો આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. ચુંગથાંગ શહેરથી ઉપર ડાબે લાચેન આવેલું છે. આસામ : ત્રણ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, 24 કલાકમાં છનાં મોત
આસામ, મેઘાલય, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ થવાના કારણે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આસામમાં ત્રણ લાખ લોકોને અસર થઈ છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા 24 કલાકમાં છ લોકોનાં મોત થયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.