કેન્સર સામે જંગ:મજબૂત ઇરાદા સાથે કેન્સર સામે જીત મેળવી, હવે બીજા માટે પ્રેરણાસમાન - At This Time

કેન્સર સામે જંગ:મજબૂત ઇરાદા સાથે કેન્સર સામે જીત મેળવી, હવે બીજા માટે પ્રેરણાસમાન


છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં કેન્સર સર્વાઇવલનો દર ચોક્કસપણે દર્શાવવો મુશ્કેલ છે. કારણ કે કેન્સરના અનેક પ્રકારો છે અને તમામમાં સર્વાઇવલ દર અલગ અલગ છે. જોકે ઉપલબ્ધ આંકડાના આધાર પર આપણે કેટલાક સામાન્ય પ્રવાહ અંગે અંદાજ કરી શકીએ છીએ. જેના કારણે ભાવિ આશાનો હકારાત્મક સંદેશ તમામ લોકો સુધી પહોંચી રહ્યો છે. 2012માં ભારતમાં તમામ પ્રકારના કેન્સર માટે પાંચ વર્ષનો સર્વાઇવલ દર આશરે 40 ટકા હતો. 2023માં આ વધીને આશરે 50 ટકા થયો હતો. મનોરંજન, બિઝનેસ અને રમતગમત સહિત જુદાં જુદાં ક્ષેત્રો સાથે જોડાયેલી અનેક સેલિબ્રિટીઓએ વ્યક્તિગત મજબૂત ઇચ્છાશક્તિ, જીવન જીવવાની ઇચ્છા અને વ્યક્તિગત સંઘર્ષ કરીને કેન્સર સામે લડાઇ જીતી લીધી છે. સેલિબ્રિટીઓ સારવાર સાથે પોતે મજબૂત રહ્યા, ખૂબ જ પીડા છતાં જીવવાની આશા ન છોડી
મનીષા કોઇરાલા: મનીષા કોઇરાલાને 2012માં ઓવેરિયન કેન્સર અંગે માહિતી મળી હતી. જેનો ખુલાસો કોઇરાલાએ 2018માં કર્યો હતો મનીષાએ પુસ્તક લખ્યું છે. સૌથી અંધારપટ્ટની પળોમાં પણ કોઇ વ્યક્તિ સ્વસ્થ થવા અને નવજીવન મેળવવા માટેની તાકાત મેળવી શકે છે. સોનાલી બેન્દ્રે: મોત અંગે કોઇ વિચાર મનમાં આવ્યો ન હતો. મને લાગ્યું હતું કે સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે. તે એક દિવસ મૃત્યુ પામશે તેવું ક્યારેય વિચારતી ન હતી. બોલિવૂડ અભિનત્રી સોનાલી બેન્દ્રેને 2018માં મેટાસ્ટેટિક કેન્સરની તકલીફ થઇ હતી. અનુરાગ બાસુ: નિર્માતા અનુરાગ બાસુને 2004માં કેન્સર અંગે માહિતી મળી હતી. બચવાની આશા ન હતી, પરંતુ તેઓ નિરાશ ન હતા થયા ન હતા. કેન્સર સામે લડવાનો નિર્ણય કર્યો હતો. જીવનને બચાવવા માટે અડધું યોગદાન સારવારનું, અડધું ઇચ્છાશક્તિની છે. યુવરાજ સિંહ: રમતા રમતા કેન્સરને હાર આપી ક્રિકેટર યુવરાજ સિંહેને 2011 ફેબ્રુઆરીમાં ટેસ્ટિસ કેન્સર અંગે માહિતી મળી હતી. માર્ચમાં કિમીથેરાપી શરૂ થઇ હતી. મેમાં ભારતે વિશ્વમાં જીત મેળવી હતી. તે શ્રેષ્ઠ ખેલાડી બન્યો. સંજય દત્ત: ભગવાન પોતાના સૌથી મજબૂત જવાનોને સૌથી મોટી અને મુશ્કેલ લડાઇ આપે છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત તો આજ બાબત પર વિશ્વાસ કરે છે. સંજય દત્ત પણ એક કેન્સર સર્વાઇવલ છે. તમાકુનો ઉપયોગ બંધ કરો, નિયમિત કસરત કરો
ધૂમ્રપાન, તમાકુનું સેવન, બિનઆરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે કેન્સરનું જોખમ સૌથી વધુ છે. હેપેટાઇટિસ બી અને માનવ પેપિલોમા વાયરસ (HPV) રસીઓ અમુક પ્રકારના કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. આધુનિક ડાયગ્નોસ્ટિક ટેકનિકમાં વધુ સુધારાની પણ જરૂર છે. -ડો. પ્રિયંકા સિંહ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, મેક્સ હોસ્પિટલ સાકેત, નવી દિલ્હી અને ગુરુગ્રામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.