જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક યોજાઈ પીવાના પાણીનું કલોરિનેશન,દવાના જથ્થા વિષે ચર્ચા: ખાણી-પીણીના સ્થળો, બરફના કારખાનાઓની તપાસ કરાશે - At This Time

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક યોજાઈ પીવાના પાણીનું કલોરિનેશન,દવાના જથ્થા વિષે ચર્ચા: ખાણી-પીણીના સ્થળો, બરફના કારખાનાઓની તપાસ કરાશે


રાજકોટ તા. ૧૯ જૂન - રાજકોટ જિલ્લામાં આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ સંચારી રોગોને ફેલાતા અટકાવવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે સંચારી રોગ અટકાયત માટેની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાણીજન્ય રોગો, પીવાના પાણીના ક્લોરીનેશન,જંતુનાશક દવાઓ, મેલેરિયલ ઓઇલ, ટીસીએલ પાવડર વગેરે દવાઓના જથ્થાની સ્થિતિ, હોટલ- લોજ સહિત ખાણીપીણીના સ્થળો તથા બરફ અને બરફની બનાવટોના કારખાનાઓની તપાસની ચર્ચા સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે એ ખાસ દરેક હેલ્થ સેન્ટર પર પાવર બેકઅપની વ્યવસ્થા, તમામ દવાઓના જથ્થા પર ધ્યાન આપી તમામ ચીફ ઓફિસર અને ટીએચઓને અઠવાડિક બેઠક યોજી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા તેમજ પાણીજન્ય રોગોનો ઉપદ્રવ ન થાય તે માટે તાકીદ કરી હતી.
આ સાથે જ હવાથી ફેલાતા રોગ તેમજ હિપેટાઇટિસ, કોલેરા જેવા રોગના દરેક કેસ પર સતત નજર રાખી તેને અટકાવવા માટેના પગલાંઓ હાથ ધરવા તથા મેલેરિયા, ડેન્ગ્યુંને અટકાવવા ફોગિન્ગ, પાણીના નિકાલ તથા ગ્રામજનોને સમજૂત કરવા વિષે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સિંઘ, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી, સર્વે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ,પાણી- પુરવઠા અધિકારીશ્રી તથા અન્ય અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.