'ગરમીમાં ઢળી પડ્યા બાદ બેઠા જ ન થયા':કાનપુરમાં કાળઝાળ ગરમીથી 30 દિવસમાં 200નાં મોત, રેલવે સ્ટેશન પાસે બિનવારસી 171 મૃતદેહ મળ્યા; નોઈડામાં 24 કલાકમાં 14 લોકોનાં શંકાસ્પદ મોત - At This Time

‘ગરમીમાં ઢળી પડ્યા બાદ બેઠા જ ન થયા’:કાનપુરમાં કાળઝાળ ગરમીથી 30 દિવસમાં 200નાં મોત, રેલવે સ્ટેશન પાસે બિનવારસી 171 મૃતદેહ મળ્યા; નોઈડામાં 24 કલાકમાં 14 લોકોનાં શંકાસ્પદ મોત


'ઘણા લોકો મોતને ભેટ્યા છે. અમારી આસપાસ રહેતા 8-9 લોકો મૃત્યુ પામ્યા. ખાવા-પીવા માટે પણ કંઈ મળતું નથી. કાળઝાળ ગરમી પડી રહી છે. એક પછી એક લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં હતાં,. આટલું કહીને વૃદ્ધ મહિલા ચૂપ થઈ ગઈ. પછી તે બૂમ પાડીને અમને ભાગી જવા કહે છે. કાનપુર સેન્ટ્રલ સ્ટેશનની બહાર ફૂટપાથ પર બેઠેલી મહિલા દ્વારા જે કંઈપણ કહેવામાં આવ્યું હતું એ માત્ર એક ટ્રેલર સમાન હતું. ભાસ્કરે સેન્ટ્રલ સ્ટેશનથી ઘંટાઘર ઇન્ટરસેક્શન સુધીનાં જુદાં જુદાં સ્થળોએ ફૂટપાથ પર રહેતા લોકો સાથે વાત કરી હતી. તો પ્રકાશમાં આવ્યું કે લગભગ 200 લોકો હવે આ વિસ્તારમાં દેખાતા નથી, એવું કહેવામાં આવ્યું હતું કે તેમાંથી મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા હતા. કારણ કાં તો બીમારી અથવા ગરમી હતી. આ વાસ્તવિકતાને વધુ નજીકથી તપાસવા અમે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. દસ્તાવેજો અનુસાર, છેલ્લા 30 દિવસમાં 416 લોકોનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં છે, જેમાં 171 બિનવારસી મૃતદેહોનો સમાવેશ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ, બંનેનો સમાવેશ થતો હતો. મોટા ભાગના મૃતદેહો ફૂટપાથ પરથી મળ્યા હતા. મૃતદેહનો દાવો ન હોવાને કારણે સામાજિક સંસ્થાઓએ ભૈરવ સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કર્યા હતા. બીજી તરફ દિલ્હીને અડીને આવેલા નોઈડામાં મંગળવારે અલગ-અલગ સ્થળોએ 14 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. એવી આશંકા છે કે આ તમામના મોત હીટ વેવ અને હીટ સ્ટ્રોકને કારણે થયા છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે તેવું આરોગ્ય વિભાગ કહી રહ્યું છે. પરંતુ આકરી ગરમીના કારણે લોકોમાં આ મોતથી દહેશત ફેલાઈ છે. હવે વાંચો સ્ટેશનથી ઘંટાઘર સુધીના વિસ્તારમાં લોકોનાં મોત વિશે... સ્ટેશન સંકુલ, ડીએમ ઓફિસથી માત્ર 5 કિમી
કાનપુર સેન્ટ્રલ સ્ટેશન ડીએમ અને પોલીસ કમિશનર ઓફિસથી 5 કિમી દૂર છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સ્ટેશનની સામે ઘંટાઘર ચાર રસ્તા તરફ બાંધકામ ચાલી રહ્યું હતું. અવરજવર અને પાર્કિંગનો એકમાત્ર રસ્તો રહ્યો હતો. અંદર જતાં જ એ લોકો જે ભીખ માગીને ગુજરો કરતા હતા તેઓ આ વિસ્તારમાં દેખાયા ન હતા. કારણ સમજવા અમે નજીકની દુકાને પહોંચ્યા. અહીં અમે નરેશ શર્માને મળ્યા. શું તમને હવે અહીં ફૂટપાથ પર રહેતા લોકો દેખાય છે? નરેશે કહ્યું- સર, હું ગરમી જોઈ રહ્યો છું. ઘણા લોકો 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકતા નથી. અહીં જ એક બિનવારસી વ્યક્તિની જેમ પડ્યા-પડ્યા મરી ગયા. થોડે આગળ ગયા પછી અમને એક મહિલા બેઠેલી જોવા મળી હતી. અમે નામ પૂછ્યું. તેણે જવાબ આપ્યો- નીતા. અમે પૂછ્યું - પહેલાં ઘણા લોકો આ જગ્યાએ બેસતા હતા. હવે શું થયું? તેણે કહ્યું- અહીં જ બેસતા હતા. તબિયત બગડી. કોણ પૂછે છે? મોટા ભાગના મૃત્યુ પામ્યા. સ્ટેશન સ્ટાફ સાથે વાત કર્યા પછી અમને જાણવા મળ્યું કે એ લોકો ભીખ માગીને ગુજરાન ચલાવે છે, તેમાંથી કેટલાક લોકો પાછળની બાજુએ પડાવ નાખી રહે છે, કારણ કે આગળની બાજુએ બાંધકામ ચાલી રહ્યું છે. અમે કેન્ટ બાજુ પહોંચ્યા. અહીં તપાસ કરતાં માત્ર 5-6 લોકો જ મળ્યા હતા. અહીં અમારી ગીતા સાથે મુલાકાત થઈ. માતાને લૂ લાગી ગઈ છે, પતિ બીમાર
કાનપુર સેન્ટ્રલ સ્ટેશનની સામે એક ઝાડ નીચે એક મહિલા જોવા મળી હતી. તેનો સામાન એ ભાગમાં ફેલાયો હતો. નજીકમાં એક બાળક રમી રહ્યું હતું. અમને ખબર પડી કે તે ભીખ માગીને જીવે છે. તેનું નામ પ્રીતિ હતું. તેણે કહ્યું- મારી માતાને લૂ લાગી ગઈ છે અને તે આઠ-દસ દિવસથી બીમાર છે. બાળકો તો ઠીક છે, પણ મારા પતિ બીમાર છે. ડૉક્ટરને બતાવવાના પૈસા નથી. નજીકના લોકોનું કહેવું છે કે તે ભીષણ ગરમીના કારણે બીમાર પડ્યા છે. અજયે કહ્યું- સ્ટેશનના અડધા ભિખારી ગુમ છે, અહીં રોજ કોઈ ને કોઈ મરી રહ્યું છે
પ્રીતિના પતિ અજયે જણાવ્યું - શ્વાસ લેવામાં તકલીફ, હાથ-પગમાં ખેંચ અને પેટમાં દુખાવો થાય છે. વહેલી સવારે ઊલટી થઈ. ઘણા ગરીબ લોકો આ રીતે મૃત્યુ પામ્યા છે. સ્ટેશન પર ક્યાંય પાણી પણ નથી અને મળે તોપણ પાણી એકદમ ઊકળતું હોય છે. તેઓ બહારથી ઠંડું પાણી શોધે છે. તેમણે કહ્યું- બાબુજી, ઘણા લોકો મરી ગયા છે, સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી. સરકાર કોઈ મદદ કરતી નથી, ભિખારીઓ માટે ઓછામાં ઓછા ઠંડા પાણીની વ્યવસ્થા કરાવી દો. જેમની પાસે આશ્રય નથી તેઓ ખોરાક અને પાણી વિના મૃત્યુ પામે છે
થોડે દૂર ઊભેલા એક કૂલી મુઆઝીમ અલી કહે છે, અમે આટલી ગરમી ક્યારેય જોઈ નથી. આ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર એવા ગરીબ લોકોના જીવ જોખમમાં મુકાયા છે, જેમની પાસે કોઈ સ્થાન નથી. સ્ટેશનની આસપાસ રહેતા લોકો ખોરાક અને પાણી વિના મરી રહ્યા છે. કોણ જાણે કેટલા લોકો ગુમ થયા છે. તેમના પરિવારો પણ ન હોવાથી કોઈએ શોધખોળ પણ કરી નથી. તેમની અને અમારી વચ્ચે બહુ ફરક નથી. અમે પણ ગરમીથી પરેશાન છીએ. અમારા માટે અહીં પણ કોઈ ખાસ વ્યવસ્થા નથી. અમારો કૂલી સાથી પણ બીમાર પડ્યો અને સારવાર લેવી પડી
કૂલી રામકેશ કહે છે- ભાઈ, એટલી ગરમી છે કે હાલત ખરાબ થઈ ગઈ છે. ઠંડું પાણી પણ મળતું નથી. સ્ટેશન પરનાં મશીનો બગડી ગયા છે. પાવર કટ પણ ઘણો છે. અમારા ઘણા કૂલી મિત્રો બીમાર પડ્યા છે. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યાર બાદ તેમને રાહત મળી. કૂલી હુકુમ સિંહ કહે છે - ગરમી ખૂબ વધારે છે, જેના કારણે ઘણા લોકો બીમાર છે. ઘણાને બાટલા ચઢાવવામાં આવ્યા છે. કામ કરવું છે, પણ કામ કરવાનું મન થતું નથી. સ્ટેશનની આસપાસ ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો પણ ત્યજી દેવાયેલા લોકોની જેમ મરી રહ્યા છે. ગરીબ ભિખારીઓ આકરા તાપમાં ક્યાં રહી શકશે? તેમના માટે કોઈ વ્યવસ્થા નથી. ઓટો-ડ્રાઈવરે કહ્યું - કેટલાક મરી ગયા, કેટલાક ભાગી ગયા
સ્ટેશનની બહાર આવ્યા પછી અમે અનુરાગને મળ્યા, જે ઓટો ચલાવી રહ્યો હતો. તેણે કહ્યું- આ ગરમીમાં મુસાફરો પણ સ્ટેશનની નજીક રહેતા લોકોને કશું આપતા નથી. તેમને ખાવાનું પણ મળતું નથી. ઘણા મૃત્યુ પામ્યા અને કેટલાક અહીંથી ભાગી ગયા. બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર કરનારાઓએ કહ્યું- માત્ર ગરીબો જ મરી રહ્યા છે
સ્ટેશન કેમ્પસની સ્થિતિ સમજ્યા પછી અમે ભૈરવ ઘાટ સ્મશાનગૃહ પહોંચ્યા. ધનીરામ પેન્થરને મળ્યા, જેઓ બિનવારસી લોકોના અગ્નિસંસ્કાર કરે છે. તેમણે કહ્યું- આ વખતે ગરમીની અસર વધુ છે. અમે બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર કરીએ છીએ. આ વખતે ઘણી બિનવારસી લાશો મળી રહી છે. મારી સામે દરરોજ લગભગ 10-12 મૃતદેહ આવે છે. અમુક દિવસોમાં 15-20 મૃતદેહ પણ આવે છે. તેણે કહ્યું- મૃતદેહોના અંતિમસંસ્કાર માટે પોલીસ અમારો સંપર્ક કરે છે. કેટલાક લોકો ફૂટપાથ પર કોઈ મૃતદેહો મળે ત્યારે અમને બોલાવે છે. છેલ્લા 30 દિવસમાં અમને 29 જેટલા લોકો માટે અલગથી બોલાવવામાં આવ્યા છે. પોલીસને તેના વિશે માહિતી આપ્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તે કહે છે- ગરમીની સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી છે. તેઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. ભૈરવ ઘાટના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરનાર છેદીએ કહ્યું - આજે બપોરે 2 વાગ્યા સુધી તેણે 12 લાવારસ મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં ચર્ચા થઈ હતી. અગ્નિસંસ્કાર માટે હજુ પણ એટલી જ સંખ્યામાં લાશો આવી રહી છે. અમને લાગે છે કે ભારે ગરમીના કારણે લોકો મરી રહ્યા છે. હવે પોસ્ટમોર્ટમ હાઉસમાંથી મળી આવેલા બિનવારસી મૃતદેહોના આંકડા પણ જુઓ... 29 મેથી 7 જૂન વચ્ચે 83 બિનવારસી મૃતદેહો મળ્યા હતા પોસ્ટમોર્ટમ હાઉસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 19 મેથી 28 મે વચ્ચે લગભગ 30 બિનવારસી લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. 29 મે અને 7 જૂન વચ્ચે મૃત્યુઆંક વધ્યો. આ દરમિયાન 83 લોકોનાં મોત થયાં છે. ત્યાર બાદ 8 જૂનથી 18 જૂન વચ્ચે 58 લોકોનાં મોત થયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.