શું બ્લેકમાં અમેરિકા જનારા લોકોને નાગરિકતા મળશે?:યુએસ ચૂંટણી પહેલાં બાઇડનનો મોટો દાવ, શું છે પેરોલ-ઇન પ્લેસ; નવી પ્રપોઝલથી ગેરકાયદે રહેતા લોકો કેમ ખુશ?
‘કેવી રીતે જઈશ’... લાખો ગુજરાતીઓ અને ભારતીયો જે દેશમાં સ્થાયી થવા માટે પોતાની જિંદગી પણ દાવ પર લગાવતા અચકાતા નથી. તે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની એક પ્રપોઝલે બ્લેકમાં અમેરિકા ગયેલા લોકોને ખુશ કરતો એક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બ્લેકમાં અમેરિકા ગયેલા અને વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીયો સહિત ઈમિગ્રન્ટસમાં એક નવી આશા જાગી છે. નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં બાઇડન વહીવટીતંત્ર દસ્તાવેજો વિના રહેતા લોકોને અહીં સ્થાયી થવાની અને નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી આપશે. આનાથી 5 લાખથી વધુ ઈમિગ્રન્ટ્સને લાભ થઈ શકે છે. આ સ્કીમને પેરોલ-ઈન-પ્લેસ ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. યુએસ સરકારના ડેટા અનુસાર 10 લાખથી વધુ વ્યાવસાયિક ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. અન્ય દેશોના લોકો પણ અમેરિકન નાગરિકતા માટે લાંબી કતારોમાં ઉભા છે. દરમિયાન, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ જો બાઇડન એક મોટો દાવ રમી રહ્યા હોય તેવું લાગે છે જેનાથી લાખો ઇમિગ્રન્ટ્સ માટે ગ્રીન કાર્ડનો માર્ગ સરળ બની જશે. નવી દરખાસ્ત કેમ ચર્ચામાં
પેરોલ ઇન પ્લેસ એ એક કાનૂની પદ્ધતિ છે, જેના હેઠળ અમેરિકામાં દસ્તાવેજો વિના રહેતા લોકો અને તેમના પરિવારોને ડર્યા વિના દેશમાં રહેવાની છૂટ મળે છે. આ દરમિયાન તેઓ કાયમી નાગરિકતા માટે પણ અરજી કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે દસ્તાવેજો વિના રહેતા ઈમિગ્રન્ટ્સને ગેરકાયદેસર ગણવામાં આવે છે, અને અમેરિકા તો શું, કોઈ પણ દેશ તેમને સ્વીકારતું નથી. પ્રસ્તાવિત સ્કીમ હેઠળ એવા લોકોને રાખવામાં આવશે જેઓ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા પછી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી અમેરિકામાં રહી ચૂક્યા હોય. અથવા જે બાળકોના માતા-પિતાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે તેઓ પણ તેના હકદાર બની શકે છે. એક રીતે જોવામાં આવે તો આ માનવાધિકાર પેરોલ છે, જે અમેરિકામાં પહેલાથી જ રહેતા લોકોને આપવામાં આવે છે. આનાથી 5.5 લાખથી વધુ લોકોને કામ કરવાની અસ્થાયી માન્યતા અને પરવાનગી મળશે. દરમિયાન, તેઓ માન્યતા માટે ગ્રીન કાર્ડની મંજૂરી પણ મેળવી શકે છે. પરિવારને એકસાથે રાખવામાં કરશે મદદ
પેરોલ-ઇન પ્લેસ ખાસ કરીને તે લોકો માટે છે જેમના પતિ કે પત્ની બિન-અમેરિકન છે. દસ્તાવેજોના અભાવને લીધે તેઓને લાંબા સમય સુધી અલગ રહેવાની ફરજ પડે છે, જેની ઉત્પાદકતા પર એકંદર અસર પડે છે. હવે નવી દરખાસ્ત આ અંતરને દૂર કરી શકે છે. હાલમાં બાઇડનના આ પ્રસ્તાવને ચૂંટણી સ્ટંટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ દસ્તાવેજ વગર રહેતા ઈમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢશે. જોકે, સરકાર અને વિપક્ષની વાત વચ્ચે એ વાત ચોક્કસ છે કે ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોના લોકો માટે અમેરિકન ગ્રીન કાર્ડનું અલગ જ મૂલ્ય છે. આખરે શું છે ગ્રીન કાર્ડ
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ વિદેશીઓને કાર્ડ જારી કરે છે જે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં અનિશ્ચિત સમય માટે રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ એક આઈડી કાર્ડ છે, જેને લીગલ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો કાયમી વિઝા છે, જેના દ્વારા તમે જ્યારે ઈચ્છો ત્યારે અમેરિકા આવીને જઈ શકો છો અથવા ત્યાં રહીને કામ કરી શકો છો. જ્યારે ટૂંકા ગાળાના વિઝા માટે વ્યક્તિએ નિયત સમયે રિન્યૂ કરવા માટે અરજી કરવાની હોય છે, જે રિજેક્ટ પણ થઈ શકે છે. ગ્રીન કાર્ડની કેટેગરી - ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ હેઠળ અમેરિકી નાગરિકનો પરિવાર જેમ કે પત્ની અથવા પતિ, 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણીત બાળકો અને અમેરિકી નાગરિકના માતા-પિતા આવે છે. - રોજગારના આધારે પણ ગ્રીન કાર્ડ બને છે. આમાં પણ પ્રોફેશનલ્સથી લઈને રોકાણકારો સુધીની ઘણી કેટેગરીઓ છે જે અન્ય લોકોને રોજગારી પૂરી પાડે છે. - રેફ્યુજી સ્ટેટસ મળ્યાના એક વર્ષ પછી પણ લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. - જે દેશના લોકોનું અમેરિકામાં ઈમિગ્રેશન ઓછું છે, તેમને વધુમાં વધુ લેવા માટે પણ એક કેટેગરી છે, જેને ડાયવર્સિટી લોટરી કહેવાય છે. - જે લોકો હિંસા કે માનવ તસ્કરીનો ભોગ બન્યા હોય તેઓ પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. આમાં કોઈ ચોક્કસ ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને યુ વિઝા, જ્યારે માનવ તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિને ટી વિઝા મળે છે. - લાંબા સમયથી રહેતા લોકો પણ ગ્રીન કાર્ડ માંગી શકે છે. કેટલા ભારતીયો ગ્રીન કાર્ડની રાહમાં
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ ગયા વર્ષે એક અભ્યાસ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 1.2 મિલિયન ભારતીયો કાયમી નિવાસી કાર્ડ માટે કતારમાં છે. આ માત્ર નોકરીયાત શ્રેણીના ભારતીયો છે. ફેમિલી-સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ માટે પણ હજુ ઘણી રાહ બાકી છે. આ વિઝા માટે કેટલા ભારતીયો અટવાયેલા છે તે જાણી શકાયું નથી, પરંતુ કુલ સંખ્યા 3.6 મિલિયન છે, જેમાં તમામ દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે, જે લોકો અમેરિકન નાગરિકતા ઇચ્છે છે. ભારતીયોએ જોવી પડે છે વધુ રાહ
ઘણા દેશોના નાગરિકો ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરતા રહે છે. અમેરિકાએ દરેકને સમાન તક આપવાની વ્યવસ્થા બનાવી છે. તેમણે નક્કી કર્યું છે કે દરેક દેશમાંથી માત્ર અમુક ટકા લોકોનું જ કાર્ડ મંજૂર કરવામાં આવશે. આને પ્રતિ-દેશ મર્યાદા કહેવામાં આવે છે. ભારતમાંથી આ માટે અરજી કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે હોવાથી કતાર પણ લાંબી થઈ રહી છે. અમેરિકામાં કયા દેશના ઈમિગ્રેટ્સ વધારે
અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સમાં ભારતીયો ચોથા સ્થાને છે. પ્રથમ નંબર મેક્સિકોનો છે. પાડોશી દેશ હોવાને કારણે અમેરિકાએ તેને ખાસ છૂટ આપી અને અહીંના લોકો સરળતાથી કાયમી રહેવાસી બનવા લાગ્યા. બીજા ક્રમે ચીન અને પછી ભારત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.