આંતરરાષ્ટ્રિય યોગ દિવસની જસદણવાસીઓને શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ - At This Time

આંતરરાષ્ટ્રિય યોગ દિવસની જસદણવાસીઓને શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી તા.૨૧ જુન ને શુક્રવારના રોજ ૧૦ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે ત્યારે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર ભાજપ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ તમામ જસદણવાસીઓને આ દિવસની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી એમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય યોગ દિવસનો શ્રેય દેશના ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શીરે જાય છે ૧૦ વર્ષ પહેલાં એમનાં નેતૃત્વમાં આ દિવસનો ખાસ પ્રસ્તાવ એમનાં તરફથી મુકવામાં આવ્યો હતો યોગ એ આપણાં દેશની પ્રાચીન પરંપરાની અમુલ્ય ભેટ છે જે આપણાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મૂલ્યવાન છે ત્યારે દેશમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવનારા નરેન્દ્રભાઈ મોદીને પણ આ માટે શાબાશી દેવી ઘટે એમ અંતમાં જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.