108 દ્વારા નાગલપર ગામે શાળામાં વિકટ પરિસ્થિતિમાં શું – શું કરવું જેને લઈને લાઈવ ડેમો સાથે વિદ્યાથીઓને માહિતીગાર કરવામાં આવ્યા
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
શ્રી નાગલપર કે.વ. શાળાની અંદર તારીખ 19-06-2024 ના રોજ 108 બોટાદ જિલ્લાના અધિકારી આશિષભાઈ વાળા સાહેબ તથા 108 ના ડૉકટરશ્રી તથા અન્ય સ્ટાફ દ્રારા બાળકોને કોઇ પણ જગ્યાએ અકસ્માત થાય. જેમ કે રોડ અક્સ્માત, ચાલ્યા જતા હોઈએ ને પડી જઈએ, ધરે હોઈએ ને કઈ થયુ હોય, લાઇટ નો કરંટ લાગવો, શાળામાંથી કઈ થયુ હોય , બીમારીને લીધે બેભાન થઈ ગયા હોય, બાળકના જન્મ પહેલાં માતાને લઈ જવા, પૂર માં ડુબેલા હોય, મકાન નીચે દબાઈ ગયેલ હોય, કોઇ પણ શારીરિક માનસિક કે અન્ય તકલીફ થઈ હોય, જેમા કુદરતી કે કૃત્રિમ રીતે કઈ થયું હોય એવા સંજોગોમાં 108 માં રહેલા તમામ સાધનો હોય છે તેનો ઉપયોગ કેવી રીતે કરે અને જ્યારે અકસ્માત થાય એ સ્થળ થી લઈને જે ફોન કરીને 108 ને બોલાવે અને એ અક્સ્માત સ્થળે થી દવાખાના સુધી દર્દી ને લઈ જાય છે, એની વચ્ચેની તમામ માહીતી લાઇવ ડેમો સાથે બાળકોને આપવામાં આવી. આ અયોજન શાળાના આચાર્ય કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.