ભેંસના કાનના ભાગ પાસેથી 5 કિલો વજન ધરાવતી ગાંઠ દૂર કરવામાં આવી
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
ગુજરાત સરકારશ્રી અતૂટ સમર્પણ અને નવીન પહેલ દ્વારા પશુધન જાળવણી અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. વિવિધ વિભાગોના સહયોગ દ્વારા પશુધનના આરોગ્ય અને કલ્યાણમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં બોટાદ જિલ્લામાં જોવા મળ્યું છે. ગુજરાત સરકાર પશુપાલન ખાતું તેમજ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત 10 ગ્રામ દીઠ ફરતુ પશુ દવાખાનું ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. બોટાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. આર્.જી. માળી દ્વારા ૧૯૬૨- ફરતુ પશુ દવાખાનાની માહિતી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે બોટાદમાં ખોડિયાર નગર-૨માં રહેતા પશુપાલક (ભૂરાભાઈ ખેંગારભાઈ બોળીયા) કે જેઓની ભેંસને કાનના ભાગે અંદાજીત ૫ કિલો જેવી ગાંઠ હોવાથી છેલ્લા ૧ વર્ષથી પીડાતી હતી. જેની તા. ૧૭ જૂનના રોજ સર્જરી કરવામાં આવી હતી.
આ સર્જરીમાં કરુણા એમ્બ્યુલન્સ, લાઠીદડ ફરતું પશુ દવાખાનું અને તુરખા ફરતું પશુ દવાખાનાની ટીમમાં ડોક્ટર-હરપાલ સિંહ ગીડા, ડો.અભિશેષ શર્મા, ડો. હાર્દિક જાદવ અને પ્રોગ્રામ મેનેજર ડો. નીરજ સિંહ દ્વારા સર્જરીને પૂર્ણ કરવામાં આવી હતી. જેથી પશુપાલક ભૂરાભાઈએ ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું અને જિલ્લાના પશુપાલન ખાતાનો આભાર માન્યો હતો. અદ્યતન પશુચિકિત્સા- સંભાળ જરૂરિયાતમંદોના ઘરઆંગણે લાવીને, આ પહેલ બોટાદ જિલ્લામાં પશુધન અને ખેડૂતો બંને માટે સાચી જીવનરક્ષક સાબિત થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.