ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડ રાય મંદિર નું પાટોત્સવ તથા સત્સંગ હોલ નું લોકાર્પણ કરવલયુ - At This Time

ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડ રાય મંદિર નું પાટોત્સવ તથા સત્સંગ હોલ નું લોકાર્પણ કરવલયુ


ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડરાય મંદિર નું પાટોત્સવ તથા સત્સંગ હોલનું લોકાર્પણ કરવલ્યું

મહેસાણા જિલ્લામાં આવેલું
વિજાપુર તાલુકા ના ફુદેડા ગામે આવેલ શ્રી દ્વારકાધીશ રણછોડરાય ભગવાનનું મંદિર ફુદેડા ભવ્ય મંદિર આજુ બાજુ 150 × 150 ના જગ્યા માં પાકા વરંડા વાળું મંદિર ની શોભા માં અભિવૃદ્ધિ કરે છે.
જે સમગ્ર ગ્રામજનોની મહેનત અને ફંડ ફાળા અને દાનથી આ મંદિર નું બાંધકામ થયું છે . જે સન 1959 જે સુદ અગિયારસ ના પુણ્ય પાવન દિવસે ભગવાની શ્રી ની મુર્તિ નું સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સમગ્ર ગ્રામજનો અને મહેમાનો આનંદ ઉલ્લાસ સાથે રણછોડરાય ભગવાનની દૈદિપ્ય માન મુર્તિ નું પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી . જેની યાદ માં સમગ્ર ગ્રામજનો આજ દિન સુધી જેઠ સુદ અગિયારસ ના પુણ્ય પાવન દિવસે રંગેચગે દાતાઓ અને ગ્રામજનો ના સહયોગ થી પાટોત્સવ ઉજવણી થાય છે . તે જ રીતે આજ તારીખે 17/06/2024 જેઠ સુદ અગિયારસ ના દિવસે સમગ્ર ગ્રામજનો અને ટ્રસ્ટ થી મંડળ અને દાનવીર દાતાઓના સહયોગ થી ભગવાનની ધ્વજારોહણ તથા મહાઆરતી નું આયોજન થયું મોક11 મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિ નવા લાલ પીળા વાધા પહેરાવવા માં આવ્યા સાથે ગણેશ , હનુમાજી ભગવાન અને તુલસી વૃંદા ને પણ ફૂલહાર થી શુશોભિત કરવામાં આવ્યું . અને ગામમાં શોભાયાત્રા રંગેચગે વાજતે ગાજતે નીકળી.ફૂલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું
ભગવાનને સમગ્ર ગામની નગરચર્યા કરી . સત્સંગ હોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો . સૌ ગ્રામજનો આ દાનવીર દાતાના પરિવાર જનોની ગ્રામજનો પુરે પુરી બહુમાન કયું અને આનંદ પામ્યા.

તારીખ 17-06-2024 જેઠ સુદ અગિયારસ ના પુણ્ય પાવન દિવસે શ્રી રણછોડરાય ભગવાન નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, લાલજી ભગવાન ની શોભાયાત્રા ગામમાં નગર ચર્યા માટે નીકળી, ભજન - કીર્તન અને વાજતે ગાજતે ભગવાને નગર ચર્યા કરી, ગ્રામજનો ને આશીર્વાદ આપ્યા,. મહાઆરતી નો લાભ ગ્રામજનો યે લીધ્યો તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર મુકેશ કે પ્રજાપતિ વિજાપુર ખરોડ મોબાઈલ ૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.