રૂપિયાની લેતી-દેતી મામલે યુવાન પર ચાર શખ્સોનો છરી અને પથ્થરથી હુમલો
ચુનારવાડ ચોકમાં રૂપિયાની લેતી-દેતી મામલે પરાગ બાવળીયા નામના યુવાન પર ચાર શખ્સોએ છરી અને પથ્થરથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ચુનારવાડ શેરી નં.2 માં રહેતાં પરાગભાઈ વિજયભાઈ બાવળીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોપાલ, રાઘવ, કાળુ અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં થોરાળા પોલીસે આઈપીસી 323,324 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમિટેશનનો ધંધો કરે છે.
તેઓ ગઈકાલે રાતના સમયે ચુનારવાડ ચોકથી આગળ જલારામ મેડીકલ પાછળ હતાં ત્યારે આરોપી કાળુ ઘસી આવી કહેલ કે, મારી પાસેથી લીધેલ રૂપીયા પરત આપી દે જેથી યુવાને થોડાં દિવસમાં રૂપીયા પરત આપી દેવાનું કહેતાં કાળુ ઉશ્કેરાઈ ગયેલ હતો અને ગાળો આપી હતી. અને ત્યારે અન્ય આરોપીઓ પણ ઘસી આવ્યાં હતાં અને ઢીકાપાટુનો મારમારવા લાગેલ હતાં. તેમજ ગોપાલ નામના શખ્સે પથ્થર ઉપાડી માથાના ભાગે ઝીંકી દિધો હતો.
ઉપરાંત આરોપીઓએ છરીના ઘા પણ યુવકને ઝીંકી દિધા હતાં.
જે બાદ તેમને છોડાવવા વચ્ચે પડેલ તેમના સબંધીને પણ મારમાર્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.