અયોધ્યા રામ મંદિરમાં ગોળી વાગતાં જવાનનું મોત:આગળથી માથામાં ગોળી વાગી; પરિસરની સુરક્ષામાં તહેનાત હતો; IG-SSP ઘટનાસ્થળે પહોંચ્યા
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તહેનાત એક જવાનનું ગોળી લાગવાથી મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 વાગે બની હતી. જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. સૂત્રોએ જણાવ્યું કે ઘટના સમયે કોટેશ્વર મંદિરની સામે બનાવવામાં આવી રહેલા વીઆઈપી ગેટ પાસે જવાન તહેનાત હતો. રામ મંદિરનો મુખ્ય ભાગ અહીંથી માત્ર 150 મીટર દૂર છે. ઘટના સમયે શત્રુઘ્ન વિશ્વકર્મા પાસે વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ગોળી આગળથી જવાનના માથામાં કપાળ પર વાગી હતી. સાથી સુરક્ષા કર્મચારીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. હાલત ગંભીર બનતા તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ જવાનને મૃત જાહેર કર્યો હતો. સૈનિકના મોતથી મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આઈજી અને એસએસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. બનાવ સ્થળે તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. સામેથી માથામાં ગોળી કેવી રીતે વાગી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બધું સ્પષ્ટ થશે. સાથીઓએ જણાવ્યું કે ઘટના પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે જવાનના પરિવારને જાણ કરી છે. પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચનો હતો. તે આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતો. એસએસએફમાં પોસ્ટેડ હતો. મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી છે. રામ મંદિર પરિસરમાં પહેલા જ બે જવાનો શહીદ થયા હતા. AK-47ની ગોળી વાગતાં કમાન્ડોનું મોત થયું હતું
આ વર્ષે 26 માર્ચે રામજન્મભૂમિ સંકુલમાં કમાન્ડો રામ પ્રતાપને છાતીમાં ગોળી વાગી હતી. તે પોતાની AK-47 સાફ કરી રહ્યો હતો ત્યારે તેમાંથી ગોળી છુટી હતી. ગોળી ડાબી બાજુએ છાતીમાંથી પસાર થઈ હતી. લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. રામ મંદિરના રેડ ઝોનમાં PAC જવાનનું મોત થયું હતું
25 ઓગસ્ટ, 2023ના રોજ રામ જન્મભૂમિ સંકુલના રેડ ઝોનની સુરક્ષા માટે તહેનાત PAC જવાન કુલદીપ કુમાર ત્રિપાઠીનું ગોળી વાગવાથી મોત થયું હતું. તપાસ બાદ ખબર પડી કે ગોળી તેની સર્વિસ રાઈફલમાંથી ફાયર કરવામાં આવી હતી. યુવક સિદ્ધાર્થનગરનો રહેવાસી હતો. SSFની રચના 4 વર્ષ પહેલા થઈ હતી
SSF એટલે કે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચના યોગી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા કરવામાં આવી હતી. SSF પાસે વોરંટ વિના ધરપકડ કરવાની સત્તા છે.આ ફોર્સને ઘરમાં સર્ચ કરવાનો પાવર સહિત ઘણી અમર્યાદિત અધિકાર છે. આ દળનું નેતૃત્વ ADG સ્તરના અધિકારી કરે છે. સરકારની પરવાનગી વગર SSF અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોર્ટ પણ દખલ કરી શકે નહીં. આ પ્રકારની સૂચના તેની રચના દરમિયાન જોહેર કરવામાં આવી હતી. આ ફોર્સ મહત્વપૂર્ણ સરકારી ઈમારતો, ઓફિસો અને ઔદ્યોગિક સંસ્થાઓનું રક્ષણ કરે છે. ખાનગી ક્ષેત્ર પણ ચૂકવણી કરીને SSFની સેવાઓ મેળવી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.