ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી પુષ્પવાટિકા એવમ પક્ષી મંદિર નું લોકાર્પણ. મહારક્તદાન કેમ્પ યોજાયો - At This Time

ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી પુષ્પવાટિકા એવમ પક્ષી મંદિર નું લોકાર્પણ. મહારક્તદાન કેમ્પ યોજાયો


ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી પુષ્પવાટિકા એવમ પક્ષી મંદિર નું લોકાર્પણ. મહારક્તદાન કેમ્પ યોજાયો

ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી પુષ્પવાટિકા એવમ પક્ષી મંદિર નું લોકાર્પણ પ્રસંગે મહારક્તદાન કેમ્પ યોજાયો

"દરેક જીવાત્મા નું કલ્યાણ એટલે પ્રકૃતિ પર્યાવરણ ની રક્ષા" સ્વામી ભોલાનંદ સરસ્વતીજી

ઢસા ના આંગણે ભીમ અગિયારસ ના પાવન પર્વ એ શ્રી જગદીશ્વર મહાદેવ ના સાનિધ્ય પક્ષી મંદિર અને પુષ્પવાટિકા નું લોકાર્પણ અને મહારક્તદાન શિબિર પ્રસંગે હજારો સેવક સમુદાય ની સામુહિક હાજરી માં મહાઆરતી સાથે બ્રહ્મલિન સ્વામી શ્રી નિર્દોષાનંદજી ની અસીમ કૃપા એ નિર્માણ પુષ્પવાટિક પક્ષી મંદિર લોકાર્પણ અને મહારક્તદાન શિબિર નો પ્રારંભ કરાવતા સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી સહિત ના મહાનુભવો ના વરદહસ્તે દીપપ્રાગટય કરી સમારોહ નો પ્રારંભ કરાયો સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ ની પાવન નિશ્રા માં યોજાયેલ લોકાર્પણ સમારોહ માં પ્રકૃતિ પર્યાવરણ ની મહત્તા દર્શાવતા દિવ્ય સતસંગ માં માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ના આરોગ્ય ધામ સેવા પરમો ધર્મ ના મંત્ર ને સાર્થક કરતી ટિમ્બિ સ્થિત માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ અર્થે મહારક્તદાન શિબિર માં સર ટી હોસ્પિટલ ભાવનગર ની બ્લડ બેંક ની સેવા એ યોજાયેલ રક્તદાન કેમ્પ માં રક્તદાતો એ રક્તદાન કરવા લાઈનો લગાવી હતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવક સમુદાય ના દુરસદુર થી પધારેલ અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ માં ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતી પુષ્પ વાટિકા શાંતિવન એવમ પક્ષી મંદિર ના લોકાર્પણ પ્રસંગે ઉદારદિલ દાતા પરિવાર નો સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સત્કાર કરતા સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી જગદીશ્વર મહાદેવ ના સાનિધ્ય માં સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી ના શ્રી મુખે પ્રકૃતિ પર્યાવરણ અંગે દિવ્ય સતસંગ ધર્મ સભા માં સ્થિરપ્રજ્ઞ બની શ્રવણ કરતા હજારો શ્રોતા જનો
ઢસા ગામે નિર્માણ મનોહર નયનરમ્ય શાંતિ વન સાત્વિક વાતાવરણ ની અનુભૂતિ કરાવતા પુષ્પવાટિકા અને કુદરતી પ્રકૃતિ ના ખોળે ઉછળકૂદ કરતા ગગન વિહારી ઓ માટે પક્ષી મંદિર નું ભવ્ય લોકાર્પણ એવમ મહારક્તદાન શિબિર નું ધર્મસભા સહિત ના અદભુત આયોજન માં અકડેઠઠ જનમેદની ની ઉપસ્થિતિ જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિદ્વાન ભગવતાચાર્ય કોશિકભાઈ રાણસિકી દ્વારા કરાયું સમગ્ર સમારોહ માં સતત ખડેપગે સેવારત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવક સમુદાય ના સૌરાષ્ટ્ર ના વિવિધ આશ્રમો માંથી પધારેલ સેવકગણ ની સેવા ને બિરદાવતા બી એલ રાજપરા સહિત માનવ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ તેમજ સમગ્ર ઢસા ગામ સમસ્ત ની ઉદારતા થી ઉડી ને આંખે વળગે તેવા અદભુત આયોજન સાથે માનવ સેવા ટ્રસ્ટ ટિમ્બિ ના ટ્રસ્ટી ઓ દાતા શ્રી ઓ ઢસા ગામ ના ઉદ્યોગ રત્ન વિવિધ નાની મોટી સેવા માટે સમર્પિત સ્વંયમ સેવકો મહિલા મંડળ ની બહેનો સહિત ની વિશાળ ઉપસ્થિતિ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.