સુરેન્દ્રનગર જિલ્લામાં બે‌દિવસ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં બે‌દિવસ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે.


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લાના ૮૫૮ બુથ પર, ૧૭૧૬ ટીમો દ્વારા બાળકોને ઘેર-ઘેર જઈને પોલિયો રસી પીવડાવવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૪ થી ૨૫/૦૬/૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાશે આ કાર્યક્રમમાં ૨,૧૬,૦૧૬ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, RCHO ડૉ પી કે શ્રીવાસ્તવ, WHO સિનિયર મેડિકલ ઓફિસર ડૉ.અનુપસિંઘ, તમામ તાલુકા હેલ્થ ઓફિસર, શિક્ષણ અને ICDS વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના ૮૫૮ બુથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે તેમજ ૧૭૧૬ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘેર-ઘેર જઈને પોલિયો રસી પીવડાવવામાં આવશે ૫૫ મોબાઇલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા તેમજ બહારગામ થી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે ૪૭ ટ્રાન્ઝિસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળાબજારોમાં રસી પીવડાવવામાં આવશે આ સમગ્ર કામગીરીના દેખરેખ માટે ૧૮૧ સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.