સુરેન્દ્રનગરમાં પરિવારજનો બજારમાં ખરીદી કરવા ગયા અને તસ્કરોનો હાથફેરો - At This Time

સુરેન્દ્રનગરમાં પરિવારજનો બજારમાં ખરીદી કરવા ગયા અને તસ્કરોનો હાથફેરો


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મકાનમાંથી ગણતરીની કલાકમાં દિન દહાડે મકાનનું તાળુ તોડી તસ્કરો દ્વારા રોકડ રકમની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી જે અંગે મકાન માલીકે એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કૃષ્ણનગર બ્લોક નં.969માં રહેતા અને રાજકોટ ખાતે લાયબ્રેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અશરફભાઈ અલ્લારખાભાઈ મોવર પોતાની માતા અને બહેન સાથે ઘરે હતા અને મકાનને તાળુ મારી પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યાંથી પરત આવી જોતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હોવાથી અંદર જઈ તપાસ કરતા કબાટ પણ ખુલ્લી હાલતમાં હતો અને સામાન વેરવિખેર પડયો હતો કબાટમાં ચેક કરતા રોકડ રૂ.48,000 મળી આવ્યા નહોતા આથી તસ્કરો દ્વારા મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા એકતરફ પ્રજાજનોની સુરક્ષા અને પેટ્રોલીંગની વાતો કરવામાં આવે છે ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં દિન-દહાડે ગણતરીના કલાકોમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રોકડ રકમની ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.