ચાલીને કેમ જાવ છો, આમાં બેસી જાવ કહીં પ્રૌઢનું ખિસ્સું હળવું કરનાર ઈક્કો ગેંગ ઝડપાઈ
શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ ધક્કામુકી કરી ઉલ્ટી કરવાના બહાને મુસાફરોના ખિસ્સા હળવા કરી નાસી છૂટતી ગેંગે કેટલાય લોકોના ખિસ્સા હળવા કર્યા છે. ત્યારે હવે રિક્ષા નહીં પણ ઇક્કો ગાડીમાં બેસાડી મુસાફરોના ખિસ્સામાં હળવા કરતી ગેંગ સક્રિય થઈ છે. રાજનગર ચોક પાસે ઈકકોમાં બેસેલા પ્રૌઢના ખિસ્સામાથી પૈસા કાઢી લીધાનો બનાવ સામે આવતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ઇક્કો ગેંગને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવ અંગે જીવરાજપાર્ક સીતાજી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ લક્ષમણભાઈ પાલા (ઉ.વ.55) નામના પ્રૌઢ બે દિવસ પહેલા લક્ષ્મીનગર જીઇબી ઓફિસેથી વીજબીલ ભરીને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કબૂતરી કલરની ઇકો આવી ઉભી રહી હતી અને ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિએ કાકા કેમ ચાલી ને જાવ છો, આમા બેસી જાવ કહી તેની બાજુમાં આગળ બેસાડ્યા હતા થોડે આગળ ઇકો જતા જ બાજુમાં બેઠેલો શખ્સ ઉલ્ટી ઉબકા કરવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરે તે વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેમ કહી પ્રૌઢને નીચે ઉતરી જવા કહ્યું હતું. પ્રૌઢએ નીચે ઉતરતા ઇકો નીકળી ગઈ હતી.
થોડીવાર પછી પ્રૌઢે ખિસ્સામાં હાથ નાખતા રૂ.5700 ન હોવાનું જોવા મળ્યાં ન હતાં. જેથી ઈકોમાં બેઠેલા અજાણ્યા શખ્સએ પૈસા કાઢી લીધાનું જણાતા બનાવ અંગે પ્રૌઢે માલવિયાનગર પોલીસમાં જીજે 12 બીએફ 1770 નંબરની ઇકો કારમાં બેઠેલા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઈ દિનેશ ગજેરા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી રોકડ રૂપિયાની તફડંચી કરી નાસી છૂટેલા ઇક્કો ગેંગને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.