શાકભાજીના ભાવમાં સદી: મોટાભાગના શાક રૂા.100ના કિલો - At This Time

શાકભાજીના ભાવમાં સદી: મોટાભાગના શાક રૂા.100ના કિલો


આ વર્ષે ઉનાળામાં ખુબ આકરો તાપ પડયો છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ લોકલ આવક બંધ થતા માલની અછત પણ સર્જાણી છે. વાતાવરણ ગરમ હોવાથી લોકલ પાકને અસર પડી છે. પાક બળી જવાનું પ્રમાણ વધુ રહેશે.
છેલ્લા કેટલાક સમયથી ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. હાલ ટમેટા મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ, ગુવાર મહારાષ્ટ્ર અને રીંગણા, ભીંડો, ચોરા, ગલકાની આવક ગુજરાતના અન્ય શહેરોમાંથી થઈ રહી છે. 10 દિવસથી યાર્ડમાં આવક ઘટી છે. બહારથી શાકભાજી આવતું હોવાથી માલ બગડવાની શકયતા વધી જાય છે. યુપી, મહારાષ્ટ્રમાંથી આવતા ટમેટાનો 20 ટકા માલ બગડી જાય છે.
માલ ખરાબ આવવાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે લીંબુના ભાવ સ્થિર રહ્યા હતા. ગત વર્ષે 200થી 300ના કિલોએ પહોંચેલ ભાવ આ વર્ષે ભાવ સ્થિર
રહેવાથી ગૃહિણીઓને રાહત મળી હતી. પરંતુ અન્ય શાકભાજીના ભાવ સતત વધતા હાલાકી પડી રહી છે. લીંબુ અમદાવાદ, મદ્રાસથી આવી રહ્યા છે.
માર્કેટ યાર્ડના વેપારીઓનું કહેવું છે કે, જયાં સુધી વરસાદ નહી પડે ત્યાં સુધી ભાવ વધેલા રહેશે. આગામી 25 જુન બાદ વરસાદની આગાહી છે. વરસાદ પડયા બાદ ખેડૂતો વાવણી શરૂ કરશે. તેના એક મહિના બાદ નવો પાક મળે છે.
આથી અંદાજે એક મહિના બાદ શાકભાજીના ભાવ સ્થિર થવાની શકયતા છે. તાપમાનની સૌથી વધુ અસર લીલોતરી પર પડી છે. જેમાં કોથમરી, પાલક, મેથી મળવા મુશ્કેલ બન્યા છે.
શાકભાજીમાં લોકલ તમામ શાકભાજી રૂા.100ના કિલો વહેંચાય રહ્યા છે. ત્યારે યાર્ડમાં પણ ભાવ ઉચ્ચા સ્તરે છે. લીંબુ રૂા.40-85, ટમેટા રૂા.10-25, કોથમરી રૂા.35-50, રીંગણા રૂા.30-40, કોબીચ, રૂા.5-15, ફલાવર રૂા.10-30 ભીંડો રૂા.20-55, ગુવાર રૂા.75-100, ચોળા સીંગ રૂા.70-95, કારેલા રૂા.35-50, મેથી રૂા.60-80, આદુ રૂા.120-130, મરચા રૂા.30-50ના કિલો વહેંચાયા હતા.
હાલ 90 ટકા કોથમરી, મેથી, પાલકનો માલ મધ્યપ્રદેશથી આવી રહ્યો છે. હજુ 1 મહિનો ભાવ ઘટવાની રાહ જોવી પડશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.