સારાના ખરાબ સમયમાં શર્મિલા ટાગોર હતા ખડેપગે:એક્ટ્રેસે કહ્યું, 'મારા દાદી મોર્ડન છે, છોકરાઓની બાબતમાં મને સાચી સલાહ આપે' - At This Time

સારાના ખરાબ સમયમાં શર્મિલા ટાગોર હતા ખડેપગે:એક્ટ્રેસે કહ્યું, ‘મારા દાદી મોર્ડન છે, છોકરાઓની બાબતમાં મને સાચી સલાહ આપે’


એક્ટ્રેસ સારા અલી ખાન તેમની દાદી અને દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોરને મોર્ડન ગણાવે છે. એક્ટ્રેસે આ બાબતે જણાવ્યું હતું કે, તેમની દાદી ઉંમર થઇ ગઈ હોવા છતાં વિચારસરણી હજુ પણ આધુનિક છે અને જ્યારે છોકરાઓની વાત આવે છે ત્યારે તે તેમને શ્રેષ્ઠ સલાહ આપે છે. ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સારાએ તેમની દાદી સાથેના તેમના બોન્ડિંગ વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે શર્મિલાએ તેમના ખરાબ સમયમાં તેમનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે હું ખરાબ સમયમાંથી પસાર થતી હતી ત્યારે મને મોટી અમ્માએ સપોર્ટ કર્યો હતો : સારા
દાદીના વ્યક્તિત્વથી પ્રભાવિત સારા કહે છે, 'જ્યારે પણ હું નબળાઈ અનુભવું છું, ત્યારે હું મારી મોટી અમ્મા પાસે જાઉં છું. મને તેમની પાસેથી હિંમત મળે છે. તેઓ અમારા સમગ્ર પરિવારનો અવાજ છે. વર્ષ 2020માં જ્યારે હું મારા જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી ત્યારે મારા પિતા (સૈફ અલી ખાન) મારી સાથે ખડે પગે હતા. તે સમયે દાદીએ મારું, મારી માતા અને મારા ભાઈનું સ્ટેન્ડ લીધું હતું. તેઓ પણ તેના પિતા સાથે પણ ઉભા હતા સારાએ આગળ કહ્યું, 'દાદીમા મને ડાઉન ટુ અર્થ રાખે છે. છોકરાઓ હોય, ફિલ્મો હોય કે સામાજિક જીવન, તે હંમેશા સારી સલાહ જ આપે છે. તે ચેમ્પિયન છે. 'મને ટ્રોલિંગમાં કોઈ સમસ્યા નથી'
સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા વિશે વાત કરતાં સારાએ કહ્યું, 'હું માનું છું કે કોઈને તક મળે કે તરત જ તે તમને નીચે ખેંચવાની કોશિશ કરવા લાગે છે. આવું મોટાભાગે સોશિયલ મીડિયા પર થાય છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો મને ટ્રોલિંગથી કોઈપણ સમસ્યા નથી. હું માનું છું કે જે થઈ રહ્યું છે તેના કરતાં વધુ ખરાબ કંઈક થઈ શકે છે, તેથી કોઈ પણ સંજોગોમાં ચિંતા ન કરવી જોઈએ. બીજી એક મહત્ત્વની વાત જે હું માનું છું તે એ છે કે જો તમે એક્ટરતા છો અને તમારા વિશે કંઈ બોલવામાં ન આવે તો તમારું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. મને લાગે છે કે તમે કંઈક છો અને તેથી જ લોકો તમારા વિશે વાત કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા આયુષ્માન ખુરાનાની સામે એક એક્શન-કોમેડી ફિલ્મમાં જોવા મળશે. કરન જોહર અને ગુનીત મોંગા તેને સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે અનુરાગ બસુની 'મેટ્રો ઇન દિનો' પણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.