સ્વરા ભાસ્કરને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું:બોલી, 'સ્પષ્ટતાના કારણે ફિલ્મમેકર્સે મને સાઈડલાઈન કરી દીધી પતિએ કહ્યું, 'હવે ચૂપ થા અને એક્ટિંગ કર' - At This Time

સ્વરા ભાસ્કરને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું:બોલી, ‘સ્પષ્ટતાના કારણે ફિલ્મમેકર્સે મને સાઈડલાઈન કરી દીધી પતિએ કહ્યું, ‘હવે ચૂપ થા અને એક્ટિંગ કર’


બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ દિવસોમાં માતૃત્વનો ભરપૂર આનં લે છે. સ્વરાએ લગ્ન બાદ ફિલ્મી દુનિયામાંથી થોડો બ્રેક લીધો છે. સ્વરાએ 'વીરે દી વેડિંગ', 'તનુ વેડ્સ મનુ', 'રાંઝના' અને 'અનારકલી ઑફ આરા' જેવી ફિલ્મોમાંપોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. શાનદાર એક્ટિંગની પ્રતિભા હોવા છતાં બહુ ઓછા મેન સ્ટ્રીમ પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે.સ્વરા ભાસ્કર પોતાની પોતાના નિવેદનને કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ કોઈપણ વિવાદાસ્પદ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવામાં સહેજ પણ અચકાતી નથી. હાલમાં જ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે આ પ્રકારના નિવેદન આપવાને કારણે તેને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું. ફિલ્મમેકર્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો તેને સાઈડલાઈન કરી રહ્યા છે. સ્વરાએ કહ્યું, 'જો મેં આવું ન કહ્યું હોત તો હું ગૂંગળામણથી મરી ગઈ હોત.'
સ્વરાએ કહ્યું, 'હું પીડિતાની જેમ આ બધું કહેવા માગતી નથી. મેં મારા માટે આ રસ્તો પસંદ કર્યો છે. મેં નક્કી કર્યું હતું કે હું દરેક મુદ્દા પર મારો અભિપ્રાય વ્યક્ત કરીશ. જો હું ઇચ્છુ તો હું મૌન રહેવાનો માર્ગ પસંદ કરી શકી હોત. ફિલ્મ 'પદ્માવત'ના જૌહર સીન પર મારે કોઈ ખુલ્લો પત્ર લખવાની કે કોઈ વાંધો નોંધાવવાની જરૂર નહોતી. તમે મને ઘણી ફરિયાદો કરી શકો છો. તમે મને નાપસંદ કરી શકો છો. મને લાગે છે કે જેઓ મને નફરત કરે છે તેઓ પણ એમ કહી શકતા નથી કે હું જૂઠી કે નકલી છું. અલગ-અલગ લોકોની સામે મારો અભિપ્રાય પણ બદલાતો નથી. હું બધાની સામે એક જ છું. જો મેં આ બધું ન કહ્યું હોત તો હું ગૂંગળામણથી મરી ગઈ હોત. સ્પષ્ટવક્તાનો માર મારે સહન કરવો પડ્યો: સ્વરા સ્વરાએ આગળ કહ્યું, 'મારા સ્પષ્ટવક્તાનું પરિણામ મારે ભોગવવું પડ્યું. મારી પુત્રી રાબિયાના જન્મ પહેલાં એક્ટિંગ જ સૌથી મોટો શોખ અને પ્રેમ હતો. મને અભિનયનો શોખ હતો. હું ઘણી ભૂમિકાઓ અને એક્ટિંગ અસાઇમેન્ટ પણ કરવા માગતી હતી પરંતુ મને જોઈએ તેટલી તકો ન મળી. મને વિવાદાસ્પદ એક્ટ્રેસનો ટેગ આપવામાં આવ્યો હતો. દિગ્દર્શકો, નિર્માતાઓ અને વિતરકો મારા વિશે ખરાબ કહેવા લાગ્યા. તમારી એક છબી બનાવવામાં આવે છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે હું તેની વચ્ચે જીવતા શીખી ગઈ છું, પરંતુ એક વાત મને ખૂબ જ દુઃખી કરે છે અને તે એ છે કે તેના કારણે મને એક્ટિંગ નથી મળી રહી. પતિએ કહ્યું, 'હવે ચૂપ થઇ જાઅને કામ કરો'
સ્વરાએ તેના પતિ ફહાદ અહેમદ સાથે જોડાયેલ એક ટુચકો શેર કરતા કહ્યું કે, 'ફહાદ મારી અગાઉની ફિલ્મ 'જહાં ચાર યાર'ના સ્ક્રીનિંગમાં પણ ગયો હતો. તે ફિલ્મ બહુ સારી ન ચાલી પરંતુ મેં ખૂબ મહેનત કરી. સ્ક્રીનિંગ પછી ફહાદ મારી પાસે આવ્યો અને કહ્યું, 'તમે ખરેખર બહુ મોટું બલિદાન આપ્યું છે, અમારે સ્વીકારવું પડશે. તું આટલી સારી એક્ટ્રેસ છો. તમારે વધુ કામ કરવું જોઈતું હતું. હવે તમે ચૂપ રહો અને ફિલ્મો કરો. ફહાદ-સ્વરાના લગ્ન 2023માં થયા હતા
સ્વરાએ 2023માં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. 23 સપ્ટેમ્બર 2023ના રોજ સ્વરાએ રાબિયા નામની પુત્રીને જન્મ આપ્યો. સ્વરા લગ્ન બાદથી ફિલ્મોથી દૂર છે અને દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.