માળીયાહાટીનામા આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અદહા (બકરી ઈદ)તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી - At This Time

માળીયાહાટીનામા આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અદહા (બકરી ઈદ)તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી


માળીયાહાટીનામા આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અદહા (બકરી ઈદ)તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
માળીયા હાટીના સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા આજે વહેલી સવારમાં સાત વાગે તમામ મુસ્લિમ બિરાદરો મસ્જિદ ખાતે સમૂહમાં ભેગા થઈ ઈદ ગાહ મસ્જિદ ખાતે એકઠા થઈ દુવા સરિફ અને દુવા ની નમાજ અદા કરી હતી. ત્યારબાદ તમામ મુસ્લામી મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છા પાઠવી હતી જ્યારે માળિયાના હિંદુઆગેવાનો ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદ ની શુભકામનાઓ પાઠવી છે અને સહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી શુભેચ્છા આપી હતી તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે આ તકે સમસ્ત મુસ્લિમ જમાતના પ્રમુખ અમીનભાઈ પઠાણ દ્વારા તંત્ર, પોલીસ વિભાગ. આગેવાનો ના સાથ અને સહકાર માટે આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.