ગુજરાતના તમામ ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલનો લાભ લેવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનુ આહવાન - At This Time

ગુજરાતના તમામ ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલનો લાભ લેવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનુ આહવાન


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ રાજય સરકાર દ્વારા 18 જૂનથી આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે જેનો તમામ ખેડૂતોએ લાભ લેવા જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા અનુરોધ સાથૅ જણાવ્યું છે ગુજરાતે વિકાસની હરણફાળ ભરીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક વિવીધ ખેડૂતહિત લક્ષી નિર્ણયો લઈને ખેડૂત અને ખેતીના ઉત્થાન માટે યોગ્ય પગલા લઈને ખેડૂતો આજે સમૃદ્ધ બન્યા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિમંત્રીશ્રી બચુભાઈ ખાબડના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ ચોજનાઓ પૈકી ખેડૂતોને સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની યોજના આઈ.ખેડૂત પોર્ટલ પર પ્રારંભ કરવામાં આવનાર છે. ખેડૂતહિત લક્ષી નિર્ણયને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આવકારવામાં આવ્યો છે.વધુમાં મંત્રી બાવળીયા એ જણાવ્યું હતું કે, ખેડૂતોને સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની યોજનાનો મહતમ લાભ મળી રહે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજયની ભાજપ સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૮-૦૬-૨૪ના સવારે ૧૦.૩૦ કલાકથી ૭ દિવસ સુધી રાજ્યના ખેડૂતો ક્રમશ અરજી કરી શકશે રાજ્યના ખેડૂતોને મોટી સંખ્યામાં આ સહાય યોજનાઓને લાભ લેવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાકલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.