મોરબી ચોટીલા રાજકોટ ગૌરક્ષક હિન્દૂ યુવા વાહીની દ્વારા બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવામાં આવતા આઠ અબોલ પશુઓને બચાવ્યા
મોરબી ચોટીલા રાજકોટ ગૌરક્ષક હિન્દૂ યુવા વાહીની દ્વારા બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવામાં આવતા આઠ અબોલ પશુઓને બચાવ્યામાળીયા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ખૂબ સહકાર આપવામાં આવ્યોગૌરક્ષક યુવા વાહીની મોરબી ચોટીલા રાજકોટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કચ્છ તરફથી વિરમગામ અમદાવાદમાં પિકઅપ બોલેરો કાર નંબર GJ 12 CT 3278 માં કુરતા પૂર્વક અબોલ પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે આથી રાત્રીના સમયે મોરબી ચોટીલા રાજકોટના ગૌરક્ષક દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી મોડી રાત્રીના માહિતી મુજબની ગાડી નીકળતા કન્ટ્રોલ અને માળીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી આ ગાડીને અણીયારી ટોલનાકે રોકાવી ચેક કરતા આઠ અબોલ પશુ ગાડીમાંથી મળી આવેલ હતા આથી ગાડીને માળીયા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ મોરબીના ગૌરક્ષક કમલેશ બોરીચા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી આ અબોલ પશુઓને કતલખાને જતા બચાવવમાં મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી હિન્દૂ યુવા વાહીની જિલ્લા પ્રમુખ ચેતન પાટડીયા દલસુખભાઈ ચોટીલા રઘુભાઈ ભરવાડ લીમડી અપીભાઈ ધ્રાંગધ્રા સહિત મોરબી ચોટીલા લીમડી રાજકોટ ગૌરક્ષક દ્વારા અબોલ પશુઓને કતલખાને જતા બચાવી લેવામાં આવ્યા હતા
રિપોર્ટ વિજય જોશી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.