થપ્પડ મારવાની ઘટના પર ફરી શબાના આઝમીએ આપ્યું રિએક્શન:કહ્યું, ખોટી વસ્તુના વિરોધમાં વિચારધારા આડે ન આવવી જોઈએ'; કંગનાને કરી ચૂકી છે સપોર્ટ - At This Time

થપ્પડ મારવાની ઘટના પર ફરી શબાના આઝમીએ આપ્યું રિએક્શન:કહ્યું, ખોટી વસ્તુના વિરોધમાં વિચારધારા આડે ન આવવી જોઈએ’; કંગનાને કરી ચૂકી છે સપોર્ટ


કંગના રનૌત થપ્પડ કાંડ પર શબાના આઝમીએ ફરી એકવાર રિએક્શન આપ્યું છે. શબાનાએ કહ્યું કે જે વાત સાચી છે તેમાં વ્યક્તિગત વિચારધારા ક્યારેય ન આવવી જોઈએ. શબાનાએ કહ્યું કે તે એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે મરાઠી નાટક 'મી નાથુરામ ગોડસે બોલતોય'ના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો. શબાનાએ કહ્યું કે તે ઇચ્છતી હતી કે આ નાટક સ્ટેજ પર બતાવવામાં આવે. ભલે તે નાથુરામના વિચારો સાથે સહમત નહોતા. આ સંદર્ભમાં તે પણ કંગનાના વિચારોને સ્વીકારતી નથી, પરંતુ તેની સાથે જે થયું તે બિલકુલ યોગ્ય નથી. કંગના રનૌતને હાલમાં ચંદીગઢ એરપોર્ટ પર મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી હતી. ખેડૂતોના આંદોલન વખતે કંગનાના નિવેદનથી આરોપી મહિલા કોન્સ્ટેબલ ગુસ્સામાં હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ શબાનાએ કંગનાના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે- જો સુરક્ષા આપનારા લોકો હિંસા કરવા લાગે તો કોઈ સુરક્ષિત નહીં રહે. કંગના સાથેના સંબંધમાં હંમેશા કડવાશ રહી છે
શબાના આઝમી અને તેના પતિ જાવેદ અખ્તર હંમેશા કંગના પ્રત્યે વિરોધી સ્વર ધરાવે છે. જાવેદ અખ્તર અને કંગના વચ્ચે માનહાનિનો કેસ પણ ચાલી રહ્યો છે. જોકે, જ્યારે કંગના સાથે થપ્પડ મારવાની ઘટના બની ત્યારે શબાના આઝમીએ તેને ટેકો આપ્યો હતો. પહેલાં વાંચીએ, કંગનાના સમર્થનમાં શબાનાએ શું કહ્યું
'મને કંગના પ્રત્યે કોઈ પ્રેમ નથી, પરંતુ હું કોઈ પણ રીતે થપ્પડ મારવાના આ કૃત્યની મજા ના લઈ શકું. આ ખોટું થયું છે. જો સુરક્ષાવાળા લોકો કાયદો પોતાના હાથમાં લેવાનું શરૂ કરશે તો આપણામાંથી કોઈ સુરક્ષિત નહીં રહે. હવે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શબાના આઝમીએ પોતાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. તેમને કહ્યું કે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા ત્યારે તેમણે 'મી નાથુરામ ગોડસે બોલતોય' જેવા નાટકને પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે નાટકને ચાલવા દેવું જોઈએ, તેના પર પ્રતિબંધ મૂકવો એ કોઈના અધિકારોનું ઉલ્લંઘન છે. શબાના અહીં કહેવા માગે છે કે, તેઓ નાથુરામ ગોડસેના વિચારોમાં વિશ્વાસ નથી કરતા , પરંતુ જ્યારે તેમના જીવન પર આધારિત નાટકની વાત આવી ત્યારે તે તેમના સમર્થનમાં હતા. આ એટલા માટે છે કારણ કે તેઓ ઇચ્છતા નહોતા કે કળા ઉપર અસર પડે. જાણો શું હતી સમગ્ર ઘટના
મંડી સીટ પરથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગનાને ગુરુવારે (6 જૂન) ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. આ ઘટના ગુરુવારે બપોરે 3.30 વાગ્યે બની હતી. કંગના ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી. ત્યારબાદ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક દરમિયાન લેડી કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયો અને તેણે તેમને થપ્પડ મારી દીધી હતી. CISF મહિલા કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે કંગનાએ મહિલા ખેડૂતોને -'100-100 રૂપિયા લઈને ધરણાં પર બેસનાર મહિલા'- કહ્યું હતું. વિરોધપ્રદર્શનમાં મહિલા કોન્સ્ટેબલની માતા પણ હાજર રહી હતી. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનથી કુલવિંદર ઘણી નારાજ હતી. આ કારણથી તેમણે કંગના પર હુમલો કર્યો. હુમલા બાદ તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.