નવલનગરમાં આવેલ ચોકમાં પાર્ટી કરતા શખ્સને ટપારતા આધેડને ઢસડીને માર માર્યો - At This Time

નવલનગરમાં આવેલ ચોકમાં પાર્ટી કરતા શખ્સને ટપારતા આધેડને ઢસડીને માર માર્યો


નવનગરમાં આવેલ ચોકમાં પાર્ટી કરતા શખ્સને ટપારતા દોલતસિંહ ભટ્ટી નામના આધેડ પર દિગ્વીજયસિંહ જાડેજા નામના શખ્સે હુમલો કર્યો હતો. બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે મવડી પ્લોટમાં નવલનગર શેરી નં.2માં રહેતા દર્શીત જયરાજસિંહ ભટ્ટી (ઉ.32)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિગ્વીજયસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ મારવાડી યુનિ.માં એડમીન મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.13ના રાત્રીના સમયે તેઓ માતા-પિતા સાથે ઘરે હતા ત્યારે ઘરની બહાર ચોકમાં દિગ્વીજયસિંહ જાડેજા ઘરની બહાર ઓટલા પર બેઠો હતો.
દરમ્યાન તેઓ ત્યાંથી નીકળતા આરોપીએ તેમને અટકાવી તારા પિતા અમને અહીંયા ચોકમાં બેસવાની અને પાર્ટી કરવાની પણ ના પાડે છે. પરંતુ અમે અહીંયા ચોકમાં 20 વર્ષની બેસીએ છીએ અને બેસવાના છીએ. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગેલ હતો. દરમ્યાન આરોપી તેઓના ઘરમાં જઈ ફરીયાદીના પિતા સાથે પણ ગાળો આપી ઝઘડો કરવા લાગેલ તેમજ તેમના પિતાને આરોપીઓ ઘસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને કહેવા લાગેલ કે હું અહીંયા ચોકમાં જ બેસવાનો છું તમારાથી થાય તે કરી લેજો. જો તમે બાપ-દિકરાએ મને અહીં ચોકમાં બેસવાની ના પાડી તો હું તમને પિતા-પુત્રને જાનથી મારી નાખીશ. તેમ ધમકી આપી હતી.
દરમ્યાન ફરીયાદીએ પોલીસને જાણ કરતા પીસીઆર વાન દોડી આવેલ અને આરોપીને પોલીસ મથકે લઈ જવા બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.