મહીસાગર જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન - At This Time

મહીસાગર જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન


રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ધ્વારા તા.૨૨/૦૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં દામ્પત્ય સબંધી તકરારોનું સમાધાન માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ હોય આવા વૈવાહિક તકરારો ના કેસ સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મુ.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રીઓને સંપર્ક કરશો તેમ ફુલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડાની અખબારી યાદીમાં જણાવેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.