બોટાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાના ઇ ચલણ નો દંડ નથી ભરપાઈ કરી તેને લોકઅદલાત જવું પડશે - At This Time

બોટાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાના ઇ ચલણ નો દંડ નથી ભરપાઈ કરી તેને લોકઅદલાત જવું પડશે


બોટાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાના ઇ ચલણ નો દંડ નથી ભરપાઈ કરી તેને લોકઅદલાત જવું પડશે

રિપોર્ટર ચેતન ચૌહાણ બોટાદ
બોટાદ શહેરમાં જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ),બોટાદ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવી રહેલ છે. જેઓ ઇ-ચલણનો દંડ ભરપાઇ કરતા નથી તેઓને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કુલ ઇ-ચલણ ૧૮,૧૭૩ના દંડ રૂ.૩૫,૦૫,૬૦૦/- વસુલાત કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,બોટાદ દ્વારા વાહન માલીકો વિરૂદ્ધ ઈ લીટીગેશન નોટિસ-ચલણની પ્રિ-ઇસ્યુ કરવામાં આવેલ છે જેથી આવા વાહન માલીકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક ઓનલાઇન/ઓફલાઇન દંડ ભરપાઇ કરી શકે છે નહીતર લોકઅદાલતમાં ફરજીયાત હાજર રહેવું પડશે.લોક અદાલત સ્થળ તથા તારીખ/સમયસ્થળ :- જિલ્લા ન્યાયાલય બિલ્ડીંગ,ખસ રોડ,બોટાદતારીખ તથા સમય:- તા.૨૨/૦૬/૨૦૨૪ ના ક.૦૯/૩૦ વાગ્યા થી ક.૧૨/૩૦ વાગ્યા સુધી ઇ-ચલણ ભરવાના ફાયદા:-ઇ-ચલણ કોઇપણ સ્થળે, કોઇપણ સમયે ઓનલાઇન ભરી શકાય છે. તમામ વ્યવહાર પારદર્શક છે. દંડ ભરવામાં વ્યય થતા સમયનો બચાવ થાય છે.ઇ-ચલણની રકમ ભરપાઇ કરવાથી ભવિષ્યમાં વાહનની માલીકી ફેરબદલના સમયે થતા અવરોધથી બચી શકાય છે.- ઇ-ચલણની રકમ ભરપાઇ કરવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર કોર્ટ કાર્યવાહીથી બચાવ થઇ શકે.આપશ્રીના રજીસ્ટર વાહન સંદર્ભે ન ચુકવાયેલ ટ્રાફિક ઇ-ચલણની રકમ નીચેની વિગતે ભરપાઇ કરી શકાય ઓફલાઇન:-નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી,પોલીસ પરેડ ગ્રાઉન્ડ,ખસ રોડ,બોટાદ નોંધ:-ઇ-ચલણ બાબતે જાણકારી મેળવવા માટે મો.નં.૯૯૨૪૫-૮૩૨૪૩ અથવા ઇ-મેઇલ botad@gujarat.gov.in પર સંપર્ક કરી શકો છો.લોક અદાલત એટલે “ના કોઇનો વિજય ના કોઇ નો પરાજય” આવો લોક અદાલતના માધ્યમ થકી પ્રશ્નોનું સોહાર્દ કાયમી રીતે નીવારણ લાવીયે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.