*નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું* - At This Time

*નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું*


નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું

નેત્રંગ તાલુકાનાં ઝરીયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો 17 વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક નંબર-જી.જે.16.સી.એલ.8577 લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાડી દુકાન સામે પુરપાટ ઝડપે ધસી આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે અવિનાશ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.