રાજકોટમાં ફાયર એનઓસીની હેરાનગતી સામે આમ આદમી પાર્ટી મેદાને : કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ : ફાયર અંગે માર્ગદર્શિકા જાહેર કરી બિનજરૂરી હેરાનગતી બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત - At This Time

રાજકોટમાં ફાયર એનઓસીની હેરાનગતી સામે આમ આદમી પાર્ટી મેદાને : કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ : ફાયર અંગે માર્ગદર્શિકા જાહેર કરી બિનજરૂરી હેરાનગતી બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત


ટી.આર.પી. ગેઈમઝોનમાં આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા (SIT) ની રચના કર્યાબાદ તેમજ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો લીધા બાદ રાજકોટ શહેરમાં સોસાયટીના કોમ્યુનિટી હોલ, સમાજની વાડીઓ, ટયુશન કલાસીસ, શાળા, કોલેજોમાં અને કોર્મશીયલ બિલ્ડીંગો રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન આડેધડ કંઈપણ સાંભળ્યા વિના તેમજ દસ્તાવેજી પુરાવા અંગે સમય આપ્યા વિના ઘડાઘડ મિલ્કતો સીલ કરે છે જે અંગે આપ સાહેબને જણાવવાનુ કે, નોટીફિકેશન / પરીપત્રો દ્વારા હાયર સેકટી એકના અમલમા વખતો વખતની પરિસ્થિતી જોઈએ અને લાગુ પડતા એકમોને જ સીલ કરવામાં આવે છે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉ ભયંકર ભ્રષ્ટાચારના હિસાબે ફાયર વિભાગની કામગીરીમાં સવાલો ઉઠેલ જેમાં અરજદારની અરજી તારીખ અને ઈન્સ્પેકશન અને એન.ઓ.સી.ઓ સમયગાળો ચકાસવામાં આવશે તો તમામ વિગતો બાર આવશે જેનો સુધારો કરીને પારદર્શક અને ઝડપથી કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા કરવી.

બિલ્ડીંગના વપરાશમાં કોઈપણ સળગી ઉઠે તેવી વસ્તુ કે રસોઈ થતી ન હોય ફર્નીચર કે ઈન્ટીરીયરમાં લાડકુ, કાપડ કે બેનર નો વપરાશ ન હોય, એકથી વધારે દરવાજા હોવ બિલ્ડીંગની ઉંચાઈ એક જ માળ હોય છતાં સીલીંગ પ્રક્રિયા થાય છે જે ગેર વ્યાજબની છે આ બાબતે વિવેક બુદ્ધીનો ઉપયોગ કરી અને ફાયર એન.ઓ.સી.ની મુક્તિનો લાભ આપવો જોઈએ.

આ બાબતે SOP બહાર પાડવી જોઈએ તેને અનુરૂપ કાર્યવાહી કરવાની જરૂરી છે. હાઈકોર્ટ કે ગુજરાત સરકાર અને સીટને કામગીરી દેખાડવા માટે આડેઘડ સિલીંગ કરી અને તંત્ર કામગીરી કરતુ હોય તેવો હાવ ઉભો કરવામાં આવે છે આ કારણે સામાન્ય જનતાને હેરાનગતી થાય છે તે બાબતે તમામ પ્રક્રિયા નિયમાનુસાર કરવી જોઈએ.

સાથે સાથે જાહેર સેવકની વ્યાખ્યામાં કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન વિવિધ વિભાગોમાં ચેરમેનશ્રી, સંસદસભ્ય, ધારાસભ્ય તથા બ્યુરોકેટસમાં કલાર્કથી માંડીને કમિશ્નરશ્રી સુધીના અધિકારી તેમજ પદાધીકારીની જયાં ભુલ જણાય તેઓની જવાબદારી ફીક્સ કરીને કાર્યવાહી કરવી જોઈએ આ દરેક લોકો જાહેર સેવકની વ્યાખ્યામાં આવે છે અને પ્રજાના ટેકસના પૈસાથી પગાર અને વિવિધ સગવડો ભોગવે છે માટે જવાબદારી નકકી કરીને દાખલારૂપ સજા થાય તેવી કામગીરી કરવામાં આવે.

ઉપરોકત બાબતની ગંભીરતા ધ્યાને લઈને તાત્કાલીક ધોરણ અમલ થાય એવી આમ આદમી પાર્ટી - રાજકોટ શહેર એકમની માંગણી છે


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.