બાયડ નગરપાલિકામાં આવતા કોહના છાપરા મા પીવાના પાણીનો પ્રશ્ન ઉદભવ્યો.
ઉનાળુ આકરો બની રહ્યો ગરમીનું પ્રમાણ પણ વધુ છે ત્યારે લોકોને પીવા માટે પાણી ની પણ અછત સર્જાઈ રહી છે ત્યારે બાયડ નગરપાલિકામાં આવતા કોહના છાપરામાં છેલ્લા ૧૫ દિવસથી એક માટલું ટીપે ટીપે ભરાય એટલા ધીમા ફોર્સ થી પાણી આવતું હોય ગામલોકો એ સખત વિરોધ દર્શાવ્યો. કોહના છાપરા ની ૪૦ થી ૫૦ મહિલાઓના ટોળા દ્વારા બાયડ નગરપાલિકાએ પહોંચી ને હલ્લાબોલ કર્યું હતું.આ ઊપરાંત નગરપાલિકા આગળ માટલા અને નગરપાલિકામાં રહેલા કુંડા નગરપાલિકા ના દરવાજા આગળ ફોડીને વિરોધ દર્શાવ્યો હતો.આ વિરોધના પગલે બાયડ નગરપાલિકાના પ્રમુખે પાણીનું નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.