રાજકોટ જેલમાંથી આજીવન સજા પામેલા કેદીને જેલ મુક્તિ
રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદીને સારી વર્તણૂકને ધ્યાને લઇ ગૃહ વિભાગથી જેલ મુક્તિ આપવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં આજીવન સજા કાપતા પાકા કામના કેદી નાજાભાઇ જેઠાભાઇ કોડિયાતરને શરતોને આધીન જેલ મુક્તિ આપવામાં આવી હતી. આ પાકા કામના કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ કરવામાં આવી હતી. તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડિંગ કરવામાં આવ્યા હતા અને તેનું મોં મીઠું કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોસ્ટની પાસ બુક તથા ખાતામાં જમા થયેલ રકમ આપી સમાજમાં પુન: સ્થાપિત થવા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.