RTO-સ્કૂલવાન સંચાલકો વચ્ચે મડાગાંઠથીવાલીઓને દોડધામ, 11 વાનચાલક દંડાયા
બે દિવસનો સમય ઓછો હોય સ્કૂલવાન સંચાલકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો
ટેક્સી પાસિંગ સહિતની કાર્યવાહી માટે વધુ સમયની માગણી પૂરી નહિ કરવામાં આવતા ગુરુવારે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ મોટા ભાગના સ્કૂલવાન સંચાલકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. જેને કારણે બાળકોને લેવા-મૂકવા સ્કૂલે જવું પડતા પહેલા જ દિવસે વાલીઓને કસરત કરવાનો વખત આવ્યો હતો. બીજી તરફ પ્રથમ દિવસે જ આરટીઓ તંત્રે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી 11 સ્કૂલવાન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.