આગામી ૧૮ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ
આઇ ખેડુત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ શરૂ થશે.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે નીચે મુજબના ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે.
(૧) સ્માર્ટફોન પર સહાય યોજના
(૨) પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
(૩)પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના
રાજ્ય સરકારશ્રી દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ. ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.