રાજુલા શહેરમાં દિલીપ સંઘાણી નું સન્માન કરવામાં આવ્યું - At This Time

રાજુલા શહેરમાં દિલીપ સંઘાણી નું સન્માન કરવામાં આવ્યું


ગામડાંઓને પુન બેઠાં કરવા પડશે અને સૌ રચનાત્મક બને: દિલીપ સંઘાણી
રાજુલાના ઉધોગપતિ મનુભાઈ દ્વારા ઈફકોના ચેરમેન સંઘાણીનું સન્માન
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
રાજુલાના અગ્રણી ઉદ્યોગપતિ અને સહકારી અગ્રણી શ્રી મનુભાઈ ધાખડા દ્વારા સહકારી સંવાદના માધ્યમથીમાં પુનઃ એક વખત ઈફકોના ચેરમેનપદે ચૂંટાયેલા અમરેલી જિલ્લાના સહકારી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી નો સન્માન સમારોહ તારીખ 12 જૂન 2024 ના રોજ રાજુલાની લોડૅ લાયન હોટેલના પટાંગણમાં યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં પોતાનું પ્રતિભાવ આપતાં દિલીપભાઈએ કહ્યું કે આપણે ગામડાંના પુનરુત્થાન માટે અને ગામડાંના વિકાસ માટે કંઈક કરવું જોઈએ. રાજુલાની આ પવિત્ર ધરતી ઉપરથી સમગ્ર અમરેલી જિલ્લાના ગામડાંઓને જીવંત કરવા માટે આપણે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદની રચના કરી રહ્યાં છીએ.આ પરિષદ અને સંગઠન એ સંપૂર્ણ બિન રાજકીય હશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ આ કાર્યક્રમોમાં જોડાઈ શકશે. આપણે સૌ સાથે મળીને સમગ્ર જિલ્લાના વિકાસના રસ્તાઓ ખુલ્લાં કરીએ તેવી એક ઈચ્છા છે. અને તેથી આજે આપણે આ પરિષદને રાજુલાથી કાર્યરત કરી રહ્યાં છીએ.
મનુભાઈ ધાખડા અને સંજયભાઈ ધાખડા દ્વારા આયોજિત આ સમારોહમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ દિલીપભાઈ માટે પોતાનો અહોભાવ વ્યક્ત કરીને છેલ્લા ત્રણ દસકાથી જિલ્લાના રાજકીય ઘટનાક્રમમાં સતત સાથ આપ્યો છે તેનો પુનરોચ્ચાર કર્યો હતો.
જિલ્લાના સહકારી અગ્રણીઓ તથા રાજુલા આસપાસના આગેવાનો આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી તથા શ્રી મંગળુભાઈ ખુમાણ,ડો કાનાબાર, હિરેનભાઈ હિરપરા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
સાંજની ગોધુંલી ટાણે યોજાયેલો આ ભવ્ય સમારોહ રાજુલાના બૌદ્ધિક અને અગ્રગણ્ય લોકોથી સભર હતો.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.