સાયલા ના ચોરવીરા થાન ગામે ટેન્કર દ્વારા અપુરતા પાણી વિતરણ થી ગામલોકો માં આક્રોશ - At This Time

સાયલા ના ચોરવીરા થાન ગામે ટેન્કર દ્વારા અપુરતા પાણી વિતરણ થી ગામલોકો માં આક્રોશ


સાયલાના ચોરવિરા ગામે તંત્રે ૪ હજારની વસ્તી સામે માત્ર ૨૦ હજાર લીટર પાણી આપ્યું.

(પાણી માટે જરૂર પડશે તો કલેકટર કચેરી સામે ધરણ યોજાશે: સરપંચ)

સુરેન્દ્રનગર: રાજ્ય સરકારની ગુજરાતના દરેક ખૂણે પાણી પહોંચાડવા માટેની પોકળ વાતો આજે છતાં થતાં હોવાના કિસ્સા સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વાર પ્રકાશમાં આવે છે ત્યારે હાલમાં જ સાયલા તાલુકાનાં ચોરવિરા(થાન) ગામે સ્થાનિકોને પીવાના પાણી માટે પડતી તકલીફ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ટેન્કર થકી ગ્રામજનોને પાણી પહોંચાડવાની શરૂઆત પણ કરી દેવાઈ હતી પરંતુ તંત્રને જે કામગીરી કરવી જ નથી તેને અખબારી અહેવાલ બાદ કરવી પડે પછી તો વાત જ ક્યાં રહી ? ત્યારે તંત્ર દ્વારા શરૂ કરેલા ટેન્કર થકી પાણી આપવાની કામગીરીમાં પણ ક્યાંકને ક્યાંક વામળું સાબિત થયું હતું. આશરે ૪ હજારની વસ્તી ધરાવતા ચોરવિરા ગામને ૨૦ હજાર લિટર ટેન્કર થકી પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. જેથી ચોરવિરા ગામના વ્યક્તિ દીઠ પાચ લીટર પાણી અપાયું હોવાનું સામે આવ્યું છે જેમાં ગ્રામજનો પોતે પાણીનો ઉપયોગ કરે કે પછી પશુ માટે ઉપયોગ કરે તે અંગે સવાલ ઊભો થયો છે. ચોરવિરા ગામે મોટાભાગે વસવાટ કરતા માલધારીઓ પશુપાલનનો વ્યવસાય કરે છે અને મલધોરને પીવા માટેનું પાણીનો અન્ય કોઈ સ્ત્રોત નહિ હોવાથી પશુઓ તરસ્યા મરી જાય તેવી સ્થિતિ ઉદભવ થઈ છે તેવામાં હાલ તંત્ર દ્વારા ૪ હજારની વસ્તી ધરાવતા ગામ સામે માત્ર ૨૦ હાજર લીટર પાણી ટેન્કર થકી પૂરું પાડવા છતાં ગ્રામજનોની મુશ્કેલીમાં કોઈ ફરક પડ્યો નથી જેને લઇ ચોરવિરા ગામના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે " સુરેન્દ્રનગર પાણી પુરવઠાના અધિકારી દ્વારા પાણીની લાઇનમાં વૃક્ષોના મૂળિયાં આવી ગયા હોવાથી કામગીરીમાં વધુ સમય વિતી જવાનું જણાવ્યું હતું" પરંતુ જો આગામી સમયમાં માત્ર પોતાની કામગીરી દર્શાવવા માટે તંત્ર આ પ્રકારે જ ટેન્કર થકી ૨૦ હાજર લીટર જેટલું પાણી આપી વાહવાહી દર્શાવવાનો પ્રયાસ હાથ ધરશે તો ચોરવિરા સમસ્ત ગામ દ્વારા ન છૂટકે પાણી માટે જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનને બેસવું પડશે તેવી સ્થાનિક સરપંચ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે.

(બોક્સ)
• ચોરવીરા ગામના સરપંચ વાલજીભાઈ મકવાણા સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે " ચોરવિરા ગામે છેલ્લા પચીસ દિવસ થયા બિલકુલ પાણી નથી જેના લીધે અહીંના સ્થાનિકો અને મલધોરને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાણી માટે મુશ્કેલી પાડવાનું મુખ્ય જવાબદાર સપ્લાયર છે જેઓને પાણી પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સાથે જ કોઈપણ ક્ષતિ સમયે કોન્ટ્રાકટરને કામગીરી કરવાની હોય છે પરંતુ આજદિન સુધી અહી પાણીના સપ્લાયર કે અધિકારી કોઈ ફરક્યું નથી"

• ચોરવિરા ગામે બે વર્ષ કરતા પણ વધુ સમયથી "નલ સે જલ" યોજનાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે છતાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવ થાય છે તો કરોડો રૂપિયાના ખર્ચે "નલ સે જલ" યોજનાનો ગ્રામજનોને ફાયદો શું ? અને વર્ષો પહેલા જે પ્રકારે કોંગ્રેસના શાસન કાળમાં ટેન્કર થકી પાણી પહોંચાડવાની પ્રક્રિયા ચાલતી હતી તેમાં અને વિકાસની વાતો કરતા ભાજપ શાસનમાં શું તફાવત રહી ગયો ?

• રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ દીઠ ૭૦ લિટરથી વધુ પાણી આપવાની વાત સામે ચોરવિરા ગામના ૪ હજારની વસ્તી ધરાવતા રહીશોને દરરોજ એક ટેન્કર થકી ૨૦ હજાર લિટર પાણી આપવામાં આવે છે જેથી એક વ્યક્તિ દીઠ આશરે પાચ લીટર પાણી હાલ મળે છે જેમાં ગ્રામજનો પોતે અને પોતાના માલઢોર સગવડ પણ આ પરિસ્થિતિમાં જ ચલાવે છે.

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.