વિરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ દિવસથી તલાટી ન આવતા ગ્રામજનોને ભારે હાલાકી.... - At This Time

વિરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ દિવસથી તલાટી ન આવતા ગ્રામજનોને ભારે હાલાકી….


સરપંચ વિનાની સુની ગ્રામ પંચાયતમાં વહીવટી રાજ માં લાભાર્થીઓ અટવાયા..

વહીવટદાર તલાટીના રાજમાં લોકો હેરાન પરેશાન..

વિરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા દસ દિવસથી તલાટી હાજર ન રહેતા ગ્રામ જનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાલૈયા ગ્રામ પંચાયતમાં આશરે 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના લીધે પંચાયતના કામ અર્થે અરજદારો-લાભાર્થીઓ આવતા હોય છે પરંતુ પંચાયતમાં તલાટી દસ દિવસથી હાજર ન રહેતા તથા પંચાયત પર ખંભાતી તાળા જોઈ લોકોને વિલાયેલા મોઢે પાછુ વળવું પડતું હોય છે લોકોના સમય સાથે પૈસાનો વ્યય થતો હોય છે જો કોઇ ગ્રામજનો તલાટીને ફોન કરે તો ફોન પણ નથી ઉપાડતા ઉપરાંત અરજદારો પાંચ કિલોમીટર જેટલું દુરનું અંતર કાપી પંચાયતના કામ અર્થે તલાટીની રાહ જોઇ થાકીને પરત જતા રહે છે હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે આવા સમયે મોટાભાગના વિધાર્થીઓને આવકના દાખલા સહિતના દાખલાઓ માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે,ત્યારે ગ્રામ પંચાયત તલાટી હાજરી ન હોવાથી ગ્રામજનો સહિતના વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે યુધ્ધના ધોરણે સાલૈયા ગ્રામ પંચાયત ખાતે તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી સ્થાનીકોની ઉગ્ર માંગ ઉઠી છે...

પંચાયતમાં તલાટી છેલ્લા દસ દિવસથી આવતા જ નથી....
સાલૈયા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા દસ દિવસથી તલાટી આવતા નથી છોકરાઓની હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવકના દાખલા જાતિ અંગેના દાખલા માટે જરૂર પડે છે ત્યારે ગ્રામ પંચાયતમા તલાટી હાજર ન રહેતા દાખલા કઢાવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.. સ્થાનિકોના આક્ષેપો

તાલુકા વિકાસ અધિકારી વીરપુર :

કંઈક મેડિકલ રજા પર છે, બે દિવસ પહેલા કોઈએ ઓફલાઈન રિપોર્ટ મોકલાવ્યો છે, એટલે અન્ય તલાટીને ચાર્જ આપી દીધો છે,

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.