21મી જુન ના દિવસે મહીસાગર જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ - At This Time

21મી જુન ના દિવસે મહીસાગર જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ


યોગ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈબ્યુરો મહીસાગર મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ૧૬ થી ૨૦ જૂન દરમિયાન યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, પ્રાયોજના વહીવટદારશ્રી, લુણાવાડા પ્રાંત અધિકારી શ્રી,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.