હિંમતનગરમાં એક્ટિવા ચાલક મહિલાને આખલાએ અડફેટે લેતા મહીલા ઈજાગ્રસ્ત - At This Time

હિંમતનગરમાં એક્ટિવા ચાલક મહિલાને આખલાએ અડફેટે લેતા મહીલા ઈજાગ્રસ્ત


હિંમતનગરમાં  ગણાયે સમયથી રખડતા પશુઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે બુધવારે મહાવીરનગર વિસ્તારના બેરણા રોડ પર એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અચાનક દોડી આવેલા આખલાએ અડફેટે લેતા એકટીવા પરથી પડી ગયેલી મહિલાને
માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રખડતા પશુઓને નિયંત્રીત કરવામાં પાલિકા તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.