ઈટાલીમાં ખાલિસ્તાનીઓના વિરોધ વચ્ચે મોદીની આવી સુરક્ષા:મિસાઇલથી સજ્જ પ્લેન, ચાર એજન્સી ખડેપગે; ગઈ કાલે ખાલિસ્તાનીઓએ 'બાપુ'ની પ્રતિમા તોડી હતી - At This Time

ઈટાલીમાં ખાલિસ્તાનીઓના વિરોધ વચ્ચે મોદીની આવી સુરક્ષા:મિસાઇલથી સજ્જ પ્લેન, ચાર એજન્સી ખડેપગે; ગઈ કાલે ખાલિસ્તાનીઓએ ‘બાપુ’ની પ્રતિમા તોડી હતી


'જ્યારે હું પેલેસ્ટાઇન ગયો ત્યારે હેલિકોપ્ટર જોર્ડનનું હતું અને મને ઇઝરાયલી ફ્લિટ (એરફોર્સ) સુરક્ષા આપી રહી હતી. ત્રણેયની દુનિયા અલગ-અલગ છે, પરંતુ મોદીની સુરક્ષા માટે બધા આકાશમાં સાથે હતા. આ ત્યારે જ થાય છે જ્યારે તમારો ઈરાદો સારો હોય. હું ચોરીછૂપી રીતે કંઈ કરતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ 17 મેના રોજ તેમના વિદેશપ્રવાસ દરમિયાન તેમની સુરક્ષાને લઈને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. હવે ત્રીજી વખત પીએમપદના શપથ લીધા બાદ મોદી પોતાના પ્રથમ વિદેશપ્રવાસે ઈટાલી જઈ રહ્યા છે. તેમના જવાના એક દિવસ પહેલાં ખાલિસ્તાનીઓએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હતી, જેનું વડાપ્રધાન અનાવરણ કરવાના હતા. આને સુરક્ષાની મોટી ખામી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ઇટાલીમાં પીએમ મોદીની સુરક્ષા કેવી રહેશે અને તેમની જવાબદારી કોની હશે? આ પ્રશ્નોના જવાબો આપણે આ સ્ટોરીમાં જાણીશું... જામર, ઓટોમેટિક મિસાઈલ લોન્ચરથી સજ્જ હોય છે વડાપ્રધાનનું વિમાન અમેરિકન પ્રેસિડેન્ટની જેમ ભારતના વડાપ્રધાન પણ વિદેશપ્રવાસમાં પોતાની કાર સાથે લઈ જાય છે?
ના, ભારતમાં પીએમ મોદી રેન્જ રોવર અને મર્સિડીઝ-મેબેક એસ-650 વાહનોના કાફલામાં મુસાફરી કરે છે. જ્યારે પીએમ મોદી સપ્ટેમ્બર 2023માં અમેરિકા ગયા ત્યારે ત્યાંની ગુપ્ત એજન્સી દ્વારા તેમના માટે બખ્તરબંધ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાન જે દેશમાં જાય છે ત્યાં યજમાન દેશની એજન્સીઓ તેમના કાફલાની જવાબદારી અને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. જોકે ઘણી વખત વડાપ્રધાનના કાફલાનાં વાહનો તેમની મુલાકાત પહેલાં પાડોશી દેશો જેવા કે નેપાળ, બાંગ્લાદેશ વગેરેમાં મોકલવામાં આવતાં હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.