આટકોટમાં એક મહિનાથી મેઈન રસ્તામાં મોટા ખાડાના કારણે અનેક લોકો ખાબક્યા
સ્વામિનારાયણ સોસાયટી તરફ જવાના રસ્તા પર એક મહિનાથી ટેલિફોનનાં ખાંડાનું ખોદકામ કરેલ છે રોડ અડધો રોકાય ગયો છે. રાત્રે આ ખાડામાં ધણાં વાહન ચાલકો અને લોકો પડી ગયાં છે. ટેલીફોન વાળાએ એક મહિના થયા છતાં હજી ખાડો પુરવામાં આવ્યો નથી અહીં નાં સોસાયટી લોકોને ના છૂટકે અહીં રસ્તા વાળા લોકોને ખાડો બુરવો પડશે તેમજ હાઈવેની સાઈડ પણ બંધ છે. કોઈ મોટી જાન હાની થાય તે પહેલાં આવાં ખાડા રોડની સાઇડના બુરી દેવા જોઈએ જેથી લોકો આનો ભોગ વધુ ન બને ખાનગી ટેલિફોન નાં વાયરો છે જો રીપેરીંગ થય ગયા હોય તો બુરવાની રહીશો તેમજ લોકોની માંગણી છે.
(તસવીર કરશન બામટા આટકોટ)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.